કુંડી ખુલ્લી હોય બેદરકારીના પગલે ભોગ લેવાયો ?
મોરબી : ગઈકાલે મોરબીના સામાકાંઠે અરૂણોદયનગરમાં આજે સાંજે એક સાયકલ ચાલક ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે. જો કે આ બનાવમાં ભૂગર્ભની કુંડી ખુલ્લી કેમ હતી. કોઈની બેદરકારીના પગલે આ જીવ ગયો કે કેમ તે તપાસનો વિષય છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામાકાંઠે ગરબી ચોક વિસ્તારમાં આવેલ અરૂણોદયનગરમાં આજે સાંજે 6 વાગ્યામાં અરસામાં અંદાજે 45 વર્ષના એક સાયકલ ચાલક ખુલ્લી કુંડીમાં પડી ગયા હતા. જેને પગલે તેમનું કુંડીમાં જ મોત નીપજ્યું હતું. જો કે બાદમાં સ્થાનિકો એકત્ર થઈ જતા જેસીબીની મદદથી સાયકલચાલકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. હજુ સુધી મૃતકની ઓળખ ન થઈ હોવાનું જાણવા મળેલ છે.આ બનાવમાં પ્રશ્નએ ઉદ્દભવીત થાય છે કે ભૂગર્ભ ગટરની ઊંડી કુંડી જેમાં પાણી પણ ભરેલું હતું. આ કુંડીનું રીપેરીંગ કામ ચાલતું હોવાની પણ માહિતી મળી છે. ત્યારે આ કુંડી ફરતે કોઈ પણ આડસ મુકવામાં ન આવી હતી. ખરેખર આ બનાવમાં કોઈની બેદરકારી છે કે નહીં તે તપાસનો વિષય છે. આ મામલે પાલિકા તંત્રએ તપાસ હાથ ધરી કસૂરવાર સામે કાર્યવાહી પણ કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે શહેરમાં હજુ અનેક ખુલ્લી કુંડીઓ છે. ત્યારે આ ઘટના પાલિકાને ગંભીર બનવા ચેતવણી આપે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide