પોલીસે શ્રાવણીયા જુગાર પર ધોંસ બોલાવી
મોરબી : તાજેતરમા શ્રાવણ માસમાં સાતમ આઠમના તહેવારો નજીક અવતાની સાથે જુગાર રમવાની.મોસમ ખીલી ઉઠી હોય તેમ મોરબી જિલ્લામાં ઠેરઠેર શ્રાવણીયો જુગાર ધમધમવા લાગ્યો છે. પોલીસે પણ શ્રાવણીયા જુગાર પર કડક કાર્યવાહી કરી હતી. જેમાં ગઈકાલે પોલીસે મોરબી, ટંકારા, હળવદ અને વાંકાનેરમાં જુગાર રમતા 30 શખ્સોની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના નવા જાબુંડીયા ગામે ધર્મસિધ્ધી સોસાયટીમાં જાહેર રોડ પાસે જુગાર રમતા હિમંતભાઇ પુંજાભાઇ ચાવડા, દિનેશભાઇ રાણાભાઇ ધ્રાંગીયા, કાનજીભાઇ શામજીભાઇ રાઠોડ, મહેન્દ્રસીહ દિલુભા જાડેજા, લાલાભાઇ દેવાભાઇ રાતોજા, પીન્ટુભાઇ ભીમાભાઇ નાકીયા, રાહુલભાઇ દેવકરણભાઇ ધનગર, ભગવાનજીભાઇ ગગજીભાઇ તલવાણીયાનર રોકડા રૂ. ૧૭,૪૨૦ સાથે ઝડપી પાડ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide