ભરતનગર-બેલા રોડ સ્થિત ખોખરા હનુમાનજીના મંદિર દ્વારા બુંદી પ્રસાદીનું વિતરણ કરાયું

0
76
/
માઁ કનકેશ્વરીદેવીના સાનિધ્યમાં અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગની ઉજવણી કરાઈ

મોરબી : રામ જન્મભૂમિ અયોધ્યા મુકામે ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણ થાય, તે ક્ષણની સમગ્ર ભારત વર્ષ સદીઓથી રાહ જોઈ રહ્યું હતું. ગઈકાલે તા. 5 ઓગસ્ટ, 2020 બુધવારના રોજ અભિજિત મુહૂર્તમાં પ્રધાનમંત્રીના વરદહસ્તે ગણમાન્ય અતિથિઓ તથા વંદનીય સંતો- મહંતોની ઉપસ્થિતિમાં રામમંદિરનું ભૂમિપૂજન સંપન્ન થયું હતું.

ભગવાન શ્રી રામચંદ્રજી અને હનુમાનજી મહારાજનો સબંધ અતૂટ છે. અયોધ્યામાં પણ રામમંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમ પહેલા હનુમાનજી મહારાજની પૂજા કરવામાં આવી હતી. આ અવસરે મોરબી તાલુકાના ભરતનગર-બેલા રોડ પર ખોખરા હનુમાનજી મહારાજના પ્રાચીન મંદિર, કે જે સદગુરૂ મહારાજ કેશવાનંદ બાપુની તપોભૂમિ છે. જ્યાં હાલમાં શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મા કનકેશ્વરીદેવીજી બિરાજે છે. જેઓના સાન્નિધ્યમાં અત્રે અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે.

અત્રે દિવ્ય-ભવ્ય શિખરબદ્ધ મંદિર આકાર પામી રહ્યું છે. તો 22 ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર 108 ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમા બનાવવાનું કામ ચાલુ છે. જે મૂર્તિ લગભગ છાતીના ભાગ સુધીનું નિર્માણ થઈ ગયું છે. 50 જેટલી ગાયો સાથેની ગૌશાળા ઉપરાંત 80 જેટલા વિદ્યાર્થીઓના સમાવેશ સાથેની સંસ્કૃત પાઠશાળા ચાલી રહી છે. અખંડ રામધૂન અને પધારતા સાધુ-સંતો અને અભ્યાગતો માટે અન્નક્ષેત્રની સાથે સાથે કથા, વ્યાખ્યાન અને અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.

માઁ કનકેશ્વરી દેવીજીના વિચાર અને આદેશ અનુસાર રામ જન્મભૂમિ અયોધ્યા મુકામે મંદિર નિર્માણનું ભૂમિ પૂજન થયું, એ અવસરને યાદગાર બનાવવા માટે મંદિરની નજીકના ગામ ભરતનગર તથા બેલા ગામોના તમામ રહેવાસીઓને બુંદી પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મંદિરે પધારેલ તમામ દર્શનાર્થીઓને માઁ કનકેશ્વરીદેવીએ પોતાના હાથે પ્રસાદી વિતરણ કરી હતી. આ તકે મંદિરમાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ભાજપ આગેવાન જે. પી. જેસવાણી ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર દિવસે બુંદી પ્રસાદ ગ્રહણ કરી તમામ દર્શનાર્થીઓ અને પ્રજાજનો ભાવવિભોર બન્યા હતા.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબી ભાજપ અગ્રણી જયરાજસિંહ જાડેજા દ્વારા મીઠાઈ વિતરણ કરાયું

મોરબીના યુવા ભાજપ આગેવાન જયરાજસિંહ જાડેજા દ્વારા ભારતીય જનતા પાર્ટી વતી રામ જન્મભૂમિ ભૂમિપૂજન અને શિલાન્યાસ કાર્યક્રમની ખુશાલી નિમિતે ઘેર-ઘેર મીઠાઈનું બૉક્સ અને એક-એક દિવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે બદલ મોટેરાઓએ જયરાજસિંહને આશીર્વાદ આપ્યા હતા. અને સર્વે લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/