મોરબીમાં કારખાનેદાર આત્મહત્યા કેસમાં આરોપીનો જામીન પર છુટકારો થયો

0
86
/

મોરબી: તાજેતરમા મોરબીમાં કારખાનેદાર આપઘાત કેસમાં ઝડપાયેલ આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરી હોય અને કોર્ટે આરોપીની જામીન અરજી માન્ય રાખી જામીન પર છુટકારો કર્યો છે

મોરબી એ ડીવીઝન પોલીસમાં મીતાબેન દિલીપભાઈ પાડલીયાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિ લેથના કારખાનાના માલિક હોય અને આરોપીઓ પાસેથી ઊંચા વ્યાજે પૈસા લીધેલ હોય જેની ઉઘરાણીથી કંટાળી આપઘાત કર્યો હતો જે અંગે પોલીસે ફરિયાદ નોંધી છ આરોપીની ધરપકડ કરી હતી જે કેસમાં આરોપી મુકેશ બચુભાઈ ડાંગરે મોરબીના યુવા એડવોકેટ જીતેન ડી અગેચણીયા મારફત મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં આરોપી તરફેના વકીલે દલીલ કરી હતી કે ખોટી રીતે તપાસ કરી સંડોવી દીધેલ છે આરોપી વ્યાજનો ધંધો કરતા નથી પોલીસ પાસે આરોપીને સીધી રીતે સંડોવી સકાય તેવો કોઈ પુરાવો મળી આવેલ નથી આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવતો નથી આરોપીને જામીન પર ના છોડવામાં આવે તો પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે મોરબી મુકામે વર્ષોથી રહે છે અને ક્યાય નાસી જાય તેમ નથી તેમજ કોર્ટ જે શરતો ફરમાવશે તેનું ચુસ્તપણે પાલન કરવા સહિતની દલીલો કરી હતી બંને પક્ષકારોની દલીલોને ધ્યાને લઇ અંતે કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને રૂ ૧૦,૦૦૦ ના શરતી જામીન પર છોડવાનો હુકમ કર્યો છે.

(યુવા વકિલ જીતેન અગેચનીયા (રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી))

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/