22 લોકોને રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફની ટીમે પહોંચી રેસ્ક્યુ કર્યા
મોરબી : આજે મોરબીનો મચ્છુ ડેમ ઓવરફ્લો થતા મચ્છુ નદીના ધસમસતા પાણીનો પ્રવાહ માળીયાના નદીકાંઠાના ગામો ફરી વળ્યાં છે.આથી માળિયાના ચીખલી ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં 22 લોકો ફસાયા હોવાની જાણ થતા 22 લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમેં પહોંચીને 22 લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા હતા
મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થતા મચ્છુ નદીના પાણીનો ધસમસતો પાણીનો પ્રવાહ માળીયાના અનેક ગામોમાં ફરી વળ્યો છે.મચ્છુ નદીના પાણી ફરી વળતા માળિયાના અનેક નદી કાંઠેના ગામો બેટમાં ફેરવાયા છે.આથી માળીયાના ચીખલી ગામે મચ્છુ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં 22 લોકો ફસાય ગયા હતા.અધિક કલેકટર કેતન જોશીએ જણાવ્યું હતું કે ,માળીયાના ચીખલી ગામે પાણીમાં 22 લોકો ફસાયા હોવાની જાણ થતાં આ લોકોનું રેસ્ક્યુ કરવા માટે હાલ એનડીઆરએફની ટીમ રવાના કરવામાં આવી હતી અને આ ટીમે 22 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લીધેલ હતા
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide