મોરબીમા ટ્રક હડતાળથી સિરામીક ઉદ્યોગનું માલ પરિવહન ઠપ્પ

0
75
/
સીરામીકમાંથી વેપારીઓને ટાઇલ્સ મોકલવાનું કામ અને રોકાણકારોનું ટર્નઓવર ખોરવાયું
ટ્રાન્સપોર્ટ એસો. જ વેપારીઓ સાથે નક્કી કરીને માલ ડેમેજના ભાડા કપાત ન કરવાની શરતે જ ટ્રકમાં માલ ભરે તો આ સમસ્યાનું નિરાકરણ આવશે : સીરામીક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરિયા

મોરબી : તાજેતરમા મોરબીમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.એ ગઈકાલે માલના ડેમેજને ટ્રક ભાડામાંથી કપાત કરવા મુદ્દે ટ્રક હડતાલ પાડી હતી. આજે બીજા દિવસે પણ ટ્રક હડતાળ યથાવત રહી હતી. ટ્રક હડતાલથી મોરબી, વાંકાનેર અને બહારથી આવતા આશરે અઢી હજારથી વધુ ટ્રકોના પૈડાં થભી ગયા છે. ટ્રક હડતાળને પગલે મોરબી સીરામીક ઉધોગનું માલ પરિવહન ઠપ્પ થઈ ગયું છે. સીરામીકમાંથી વેપારીઓને માલ મોકલવાનું બંધ થતાં સીરામીક ગોડાઉનમાં માલનો ભરાવો થવા લાગ્યો છે. રોકાણકારોના ટર્ન ઓવર પણ ખોરવાઈ ગયા છે. આ ટ્રક હડતાળ લાંબી ચાલશે તો સીરામીક ઉદ્યોગ ભીંસમાં મુકાઈ જશે.

મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ ટ્રક હડતાળ અંગે જણાવ્યું હતું કે માલના ડેમેજને ટ્રક ભાડામાંથી વસુલ કરવાના નિર્ણયમાં સીરામીક એસો.નો કોઈ રોલ જ નથી. આ બાબત ટ્રાન્સપોર્ટેશન અને વેપારીઓ વચ્ચેની છે.રોડ ખરાબ હોવાથી સીરામીકની માલ પરિવહન કરતા ટ્રકોમાં માલને જે નુકશાની થાય છે, તે નુકશાનીનું વળતર ટ્રક ભાડામાંથી જે તે વેપારીઓ ટ્રક માલિકો પાસેથી વસુલ કરે છે. વેપારીઓ માલ લેવા માટે ટ્રાન્સપોટરો સાથે ભાવતાલ કરીને ટ્રકોને સીરામીક ફેક્ટરીઓમાં મોકલે છે.સીરામીક ઉધોગકારોને તો ફક્ત એ માલ ઓર્ડર મુજબ ટ્રકમાં ભરી દેવાનો હોય છે. માલની નુકશાનીને ટ્રક ભાડામાંથી કપાત કરવામાં સીરામીક ઉધોગકારોની કોઈ ભૂમિકા નથી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/