મોરબીના ગણેશ જવેલર્સના સંચાલકો દ્વારા પોતાના વતન ખાતે ત્રણ દિવસીય ઉકાળા વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો
નારણકાના વતની સુરેશભાઈ સોની હાલ મોરબી ખાતે ગણેશ જવેલર્સ શો રૂમ ધરાવે છે હાલ કોરોના મહામારી ચાલી રહી હોય ત્યારે સુરેશભાઈ સોનીએ પોતાની માતૃભુમીનું ઋણ ચુકવવા અનેરું આયોજન કર્યું હતું વતન નારણકા ગામે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતા આયુર્વેદિક ઉકાળા વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો નારણકા ગ્રામજનો માટે તા. ૧૧ થી ૧૩ સુધી ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું જેનો ગ્રામજનોએ લાભ લીધો હતો તો મોરબીને પોતાની કર્મભૂમિ બનાવનાર સુરેશભાઈ સોની સમય આવ્યે પોતાના વતનનું ઋણ ચૂકવવાનું ભૂલ્યા ના હતા અને પોતાના વતનના ગ્રામજનોને સુરક્ષિત રાખવા ઉકાળા વિતરણનું આયોજન કરાયું હતું
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide