મોરબીમા યુવાનોએ ઘરે ઘરે જઈ 1,111 શ્રીમદ ભાગવત ગીતાનું વિતરણ કર્યું

0
24
/

મોરબી: તાજેતરમા હાલ શાળા-કોલેજ બંધ હોય ત્યારે યુવાનો સોશ્યલ મીડિયામાં સમય પસાર કરે છે જે સમયનો સદુપયોગ થાય અને યુવાનો ગીતાજી જેવા મહાન ગ્રંથનું પઠન કરીને જીવનના મર્મને સમજે તેવા હેતુથી મોરબીના જાગૃત યુવાનોએ ૧૧૧૧ શ્રીમદ ભગવદગીતાનું ઘરે ઘરે જઈને વિતરણ કર્યું હતું

મોરબીના વોર્ડ નં ૦૯ માં ન્યુ હાઉસિંગ બોર્ડના રહેવાસી શક્તિપાલસિંહ ચુડાસમા સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃતિઓમાં હમેશા આગળ જોવા મળે છે જેની ટીમ દ્વારા ગીતાજીનું વિતરણ કરાયું હતું કોરોના કાળમાં યુવાનો અને વિદ્યાર્થીઓ સમયનો સદુપયોગ કરે તે માટે ન્યુ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં યુવાનોએ એક હજાર એકસો અગિયાર ભાગવત ગીતાનું વિતરણ કર્યું હતું આ કાર્યક્રમ થકી યુવા વર્ગ સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહેવાને બદલે માનવ જીવનના ઉચ્ચ કોટિના વિચારો પ્રદાન કરતા આ મહાન ગ્રંથ ગીતાજીનું પઠન કરીને તેમનું જીવન ધન્ય બનાવે તેવો સંદેશ આપવાનો પ્રયાસ છે.

જે પ્રેરણાદાયી કાર્યમાં શક્તિપાલસિંહ ચુડાસમાના મિત્રો પ્રદીપસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ પરમાર, ઓમદેવસિંહ ગોહિલ, સત્યરાજસિંહ જાડેજા અને તીરથ રામાનંદી પણ જોડાયા હતા

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/