રોજેરોજ ટ્રાફિકજામ થવા છતાં સંબધિત તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરતા સ્થાનિક ઉધોગકારો અને મજૂરોએ આજે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું
મોરબી : આજે મોરબીના સીરામીક ઝોન જેતપર પીપળી રોડ ઉપર હમણાંથી ટ્રાફિકજામની સમસ્યા કાયમી બની છે. આથી, રોજેરોજના ટ્રાફિકજામમાં સ્થાનિક ઉધોગકારો અને મજૂરો કલાકો સુધી ફસાઈ જાય છે. રોજેરોજની આ ટ્રાફિકજામની સમસ્યા ઉકેલવામાં સંબધિત તંત્ર નિષ્ફળ જતા અંતે આજે સ્થાનિક ઉધોગકારો અને મજૂરોએ જેતપર રોડ ઉપર ચક્કાજામ સર્જી દીધો હતો.
મોરબીના સીરામીક ઝોન જેતપર પીપળી રોડની સતત વરસાદમાં પથારી ફરી ગઈ છે. આ આખો રોડ ધોવાઈ ગયો છે. જેતપર રોડ ખાડાના અખાડામાં ફેરવાઈ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રોડમાં ખાડાખબડા હોવાથી અકસ્માતથી બચવા વાહનો ધીમી ગતિએ ચાલતા હોવાથી દરરોજ જેતપર રોડ ઉપર ટ્રાફિકની અંધાધુધી સર્જાઈ છે. દરરોજ ટ્રાફિકજામ થવાથી જેતપર રોડ ઉપર આવેલ સીરામીક ફેકટરીમાં કામ અર્થે આવતા ઉધોગકારો તેમજ મજૂરો ટ્રાફિકજામમાં ફસાઈ જાય છે અને ભારે હાલાકી પડે છે. હમણાંથી આ ટ્રાફિકજામની સમસ્યા વકરી હોવા છતાં સંબધિત તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા રોષે ભરાયેલા ઉધોગકારો અને શ્રમિકોએ જેતપર રોડ ઉપર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide