નર્મદા: તાજેતરમા જિલ્લાના રાજપીપલા શહેરના રાજેન્દ્ર સોસાયટી વિસ્તારમાં 1 અને નવાપુરા વિસ્તારમાં 1 મળી શહેરમાં કુલ 2 કેસ આજે નોંધાયા છે જયારે તિલકવાળા તાલુકાના ભદરવા ગામે 1 નોંધાયો છે .નાંદોદ તાલુકા પ્રતાપનગર ગામે 1 વડીયા ગામની રોયલ સનસિટીમાં 1 રાજપરા ગામે 1,કરાઠા ગામે 1 લાછરસ ગામે 1 અનિજરા ગામે 1 અને નાના હેડવા ગામે 1 મળી જિલ્લામાં કુલ 11 કેસ કોરોના આજે નોંધાયા છે .આજે નોંધાયેલ કેસ સાથે કુલ 889 કેસ થવા પામ્યા છે
નર્મદા જિલ્લાનું આરોગ્ય તંત્ર જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યુ છે તો વડોદરા ખાતે દર્દી 2 સારવાર લઈ રહ્યા છે.આજે શરદી ખાંસીના 13 તાવ 25 કેસ સર્વેમાં મળી આવ્યા છે.જિલ્લા ૫૨૨૫૬ લોકોનું સર્વે હાથ ધર્યુ છે તો જિલ્લામાં કોરોનોનો આક 880 ની ઉપર પાર કરી જતા લોકોમાં ભય ની લાગણી જોવા મળી રહી છે.
રાજપીપલા હોસ્પિટલ ખાતે 22 અને કોવિડ કેર સેન્ટર ખાતે 25 દર્દી ઓની સારવાર ચાલી રહી છે તો જિલ્લામાં અત્યાર સુધી માં 831 દર્દીઓ સજા થતા તેઓને ડિસચાર્જ કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide