ટંકારા: તાજેતરમા ઓનલાઈન નાણાકીય વ્યવહારો વધી રહ્યા છે સાથે જ ગઠિયાઓ પણ ઓનલાઈન ફ્રોડ કરતા હોય છે જેમાં મીતાણા ગામના વેપારીના ખાતામાંથી રૂ ૧.૩૦ લાખની ઉઠાંતરી થઇ હોય જે મામલે સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવી છે
ટંકારાના મીતાણાના રહેવાસી ભરતભાઈ શામજીભાઈ મુછાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની લોકલ ક્યુબ કોમર્સ પ્રાઈવેટ લિમી. કંપનીનું સ્ટોર કિંગ નામની એપ્લીકેશનમાં ભવાની મોબાઈલ અને ઝેરોક્ષ નામના રજીસ્ટર એકાઉન્ટ હોય જે એકાઉન્ટ હેક કરી તા. ૧૯-૦૫-૨૦૨૦ ના રોજ અજાણ્યા ઇસમેં ટેકનોલોજીનો દુરુપયોગ કરીને તેના એકાઉન્ટમાંથી રૂ ૧,૩૦,૫૯૫ ઉપાડી લીધેલ કે બીજા ખાતામાં ટ્રાન્સફર કરેલ હયો જે રકમમાંથી રૂ ૫૮,૭૩૨ પાછા જમા થયેલ છે અને બાકીના રૂ ૭૧,૮૬૩ ઉપાડી લઇ કે બીજા ખાતામાં ટ્રાન્સફર કરી ઓનલાઈન ફ્રોડ કર્યાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવેલ છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide