મોરબી: વિરાટનગરથી કેનાલ સુધીના ૪.૨૧ કરોડના ખર્ચે બનનાર રોડનું ખાતમુર્હત થયું

0
106
/

તાજેતરમા મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સતત રજૂઆત અને જાહેમતને પગલે વિરાટનગર (રંગપર) થી કેનાલ સુધીનો આશરે ૩ કિમી લંબાઈનો સીસીરોડ ૪.૨૧ કરોડના ખર્ચે મંજુર કરાયો હોય જે રોડનું ખાતમુર્હત કરાયું હતું જેમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા વર્ચુઅલ ઉપસ્થિત રહ્યા હતા

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ છેલ્લા ૨૫ વર્ષથી આ વિસ્તારને હંમેશાં ધબકતું પ્રતિનિધિત્વ આપ્યું છે વિકાસના અનેક અનેક કાર્યો કર્યા છે હંમેશા હાથવગા પ્રતિનિધિ કાંતિભાઇ અમૃતિયાએ પોતાના મતદારો, પ્રજાજનોને તમામ પ્રાથમિક સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કર્યા છે.એ શ્રેણીમાં વિરાટનગર રંગપરથી સીમાન્ટો સીરામીક એટલે કે કેનાલ સુધીનો સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવવાની તાતી જરૂરિયાત હતી. જેથી કાંતિભાઇ અમૃતિયાએ જહેમત ઉઠાવી આ રોડ મંજુર કરાવેલ છે. સાત મીટર પહોળો અને 2.800 કિ.મી. લંબાઈનો આ સીસીરોડ ૪.૨૧ કરોડના ખર્ચે મંજુર થયેલ છે આ રોડ બનવાથી પ્રજાજનો ઉપરાંત ઉદ્યોગકારોને વિશેષ લાભ થશે. અત્યંત સાદા સમારોહમાં કાંતિભાઇ અમૃતિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહેલ હતી

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/