મોરબી સહિતની બેઠકો માટે ભાજપના ઉમેદવારો 12 ઓક્ટોબર બાદ ફોર્મ ભરશે : 16 ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે, ફોર્મ ભરવા માટે ચૂંટણી પંચે ઓનલાઈન વ્યવસ્થા પણ ગોઠવી : ભાજપ અને કોંગ્રેસ બન્ને મુખ્ય પક્ષો દ્વારા હજુ એક પણ ઉમેદવારોના નામ સતાવાર રીતે જાહેર કરાયા નથી
મોરબી : તાજેતરમા વિધાનસભાની ખાલી પડેલી મોરબી સહિતની 8 બેઠકોની પેટાચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન થવાનું છે. આ પેટાચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્રો ભરવાનો પ્રારંભ થયો છે. ઉમેદવાર રૂબરૂ જઇને અથવા તો ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. ત્યારે ઉમેદવારો 16 ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે. જોકે, બંને મુખ્ય રાજકીય પક્ષોએ હજુ સુધી પોતાના ઉમેદવારો જાહેર નથી કર્યા. 8 માંથી 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો લગભગ નક્કી છે. માત્ર ઔપચારિક જાહેરાત આગામી સપ્તાહે કરવામાં આવશે. ભાજપના સંભવિત ઉમેદવારોએ પ્રચાર કરવાની શરૂઆત પણ કરી દીધી છે.
જૂનમાં રાજ્યસભાની ચૂંટણી અગાઉ કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા બાદ આઠ બેઠકો ખાલી પડી હતી. જેમાં મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ, અબડાસા, લિંબડી અને કપરાડા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચે પણ તૈયારી પુરી કરી લીધી છે. કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણી આગામી 3 નવેમ્બરે યોજાનાર છે. જેના ઉમેદવારી ફોર્મ આજથી ભરાવાના શરુ થયા છે. ત્યારે ઉમેદવારોને આ ચૂંટણી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા પણ શરુ કરી દેવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide