નિલેશભાઈના એક્સપોર્ટ ક્ષેત્રના 21 વર્ષના બહોળા અનુભવનો ગુજરાતભરના ઉદ્યોગપતિઓને મળશે લાભ
મોરબી સિરામિક એસોના પ્રમુખ તરીકે કાર્યરત નીલેશભાઈ જેતપરિયાની તાજેતરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સ કમિટીના વર્ષ 2020-૨૧ ના મેમ્બર તરીકે નિમણુક કરવામાં આવી છે ત્યારે નીલેશભાઈ જેતપરિયાને સૌ કોઈ અભિનંદન પાઠવી રહ્યા છે અને તેમની વરણીને પણ આવકારી રહ્યા છે
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સ કમીટીમાં મેમ્બર તરીકે નિલેશભાઈ જેતપરિયાની નિમણૂક થઈ છે. જે બદલ તેઓ ઉપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ છે. નિલેશભાઈ એક્સપોર્ટ ક્ષેત્રે 21 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. જેનો લાભ હવે સમગ્ર ગુજરાતના એક્સપોર્ટ ધરાવતા ઉદ્યોગપતિઓને મળવાનો છે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા એક્સપોર્ટ માટે અત્યાર સુધીમા 50થી વધુ દેશોનો પ્રવાસ ખેડી ચુક્યા છે. તેઓ બે દસકાથી વધુનો એક્સપોર્ટ ક્ષેત્રે અનુભવ ધરાવે છે. જેથી તેઓની અનેક વેપારી સંગઠનોમાં મહત્વના પદો ઉપર નિમણુંક થયેલી છે. હાલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સ કમીટીના ચેરમેન અનિલ જૈન દ્વારા તેમની આ કમિટીમાં મેમ્બર તરીકે નિલેશભાઈ જેતપરિયાની નિમણૂક કરવામાં આવી છે.ત્યારે નિલેશભાઇ પણ કામ માટે ઉત્સાહી અને એક્સપોર્ટ માટે જાણકાર છે ત્યારે વધુ એક જગ્યાએ નિલેશભાઈ ની નિમણુંક થતાં મોરબી સિરામિક ઉદ્યોગને આગામી સમયમાં પ્રગતિ થાય તેવા સંકેતો સાંપડી રહ્યાં છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide