[રિપોર્ટ: રાજન બારોટ] મોડાસા : તા. 5 નવેમ્બર, 2020, ગુરૂવારધનસુરા ગામે ચકચારી ઘરફોડ ના ગુના અરવલ્લીસહિત ત્રણ જિલ્લામાં સંખ્યાબંધ તસ્કરી અને ઢોર ચોરીના ગુનાઓ આચરી નાસતા ફરતા ગેંગ સૂત્રધાર આરોપીને જિલ્લા એલસીબી પોલીસે તેના જ ઘરમાં જ દબોચી લીધો હતો.
જિલ્લા એલસીબી ટીમે ઝડપી લીધેલા આ આરોપીએ વડનગર, પ્રાંતિજ સહિત મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પશુ ચોરી અને ઘરફોડ ૨૦ના થી વધુ ગુના આચર્યા હોવાની કબૂલાત કલિ હતી. પોલીસે ઝડપી પાડેલા આરોપીને હવાલાતે કર્યો હતો.જયારે તેના અન્ય બે સાગરીતો વિરૂધ્ધ સઘન તપાસ હાથ ધરાઈ હતી.
અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાઓમાં ઢોર ચોરી અને ઘરફોડના ગુનાઓ આચરતી તસ્કર ગેંગને લઈ ચકચાર મચી હતી.સંખ્યાબંધ ગુનાઓ આચરી યેનકેન પ્રકારે પોલીસને થાપ આપી ભાગતી આ તસ્કર ગેંગનો મુખ્ય સૂત્રધાર આરીફ ખ્યાલી મુલતાની તેના મોડાસાના ચાંદટેકરી ખાતેના નિવાસ સ્થાને હોવાની ખાનગી બાતમી અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેકટર આર.કે.પરમાર ને મળી હતી.બાતમીના આધારે ઈન્સ્પેકટરે શાખાના ૮ પોલીસ કોન્સ્ટેબલની બે ટીમો તૈયાર કરી ચાંદ ટેકરીની જુની મસ્જીદ પાસે ના આરોપી આરીફ મુલતાની ના રહેઠાણે છાપો માર્યો હતો.એલસીબી ના છાપા દરમ્યાન વોન્ટેડ આરોપી આરીફ ખ્યાલી બુલાખી મુલતાની દબોચી લેવાયો હતો.અને આ આરોપીએ પોલીસની સઘન પુછપરછમાં ઢોર ચોરી અને ઘરફોડના વિવિધ ગુના અરવલ્લી,સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા વિસ્તારોમાં આચર્યા હોવાનું જણાઈ આવ્યું હતું.એલસીબી પોલીસે આ આરોપી ધનસુરા ખાતે ના એક ઘરફોડ ગુનામાં વોન્ટેડ હોઈ ધનસુરા પોલીસને હવાલે કર્યો હતો.જયારે તેની ગેંગના અન્ય ત્રણ વોન્ટેડ આરોપી જલાલ અલ્લારખા મુલતાની અને સાદીક સફી ઉર્ફે લુલીયો મુલતાની અને સમીર સાબીર મુલતાની ત્રણેય રહે.ચાંદટેકરી નાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
આ તસ્કર ગેંગ પીકઅપ ડાલુ લઈ પંથકમાં તસ્કરીને અંજામ આપતી હતી
આરોપી આરીફ ખ્યાલી ની ગેંગ રાત્રે પીકઅપ ડાલામાં સવાર થઈ પંથક વિસ્તારોમાં ફરતી હતી અને તક મળતાં જ તબેલામાંથી,ખેતરોમાંથી કે ઘરની પરસાળ માંથી ઢોર ની ઉંઠાતરી કરી લેતી હતી.આ તસ્કરો બંધ મકાનને પણ નિશાન બનાવી ઘરફોડ નો ગુનો આચરતા હતા.સૂત્રધારે ગુના કબૂલ્યા છે અને હવે અન્ય સાગરીતોને પણ ઝડપી લેવાશે એમ પોલીસ દ્વારા જણાવાયું હતું.
આરોપીએ કબૂલાત કરેલા ગુનાઓ
– કબૂલાત કરેલ ગુનાઓ
૧.વિજાપુર નજીક એક વાડામાંથી પાંચ ભેંસોની ચોરી.
૨.દરામલી ગામે રોડ નજીક એક કુવા ઉપર બાંધેલ ચાર ભેંસોની ચોરી.
૩.મહેસાણા નજીક રોડની બાજુમાં એક મંદીર નજીકથી ત્રણ ભેંસોની ચોરી.
૪.તલોદ મેઈન ચોકડી નજીક છાપરામાં બાંધેલ બે ભેંસોની ચોરી.
૫.હિંમતનગર સાબરડેરી ની નજીકમાં રોડની બાજુના ખેતરમાંથી બે ભેંસો અને એક પાડી ની ચોરી.
૬.વિજાપુર ફુદેડા ગામે રોડની સાઈડમાં આવેલ એક તબેલા ઉપરથી ત્રણ ભેંસો ચોરી.
૭.વિજાપુર થઈ સરદાર પુર ગામે જતાં રોડની બાજુના ખેતરમાંથી બે ભેંસો અને એક પાડીની ચોરી.
૮.પ્રાંતિજ થી વિજાપુર જતાં રોડ ની સાઈડમાં આવેલ એક તબેલામાંથી બે ભેંસોની ચોરી.
૯.મહેસાણાથી નજીક ના ગામના તબેલામાંથી ત્રણ ભેંસોની ચોરી.
૧૦.તલોદ જતાં રેલ્વે ફાટક નજીકમાં રોડની સાઈડમાં એક વરંડામાંથી બે ભેંસો અને એક પાડીની ચોરી.
૧૧.વિજાપુર થઈ મહુડી ગામ નજીક રોડની સાઈડમાં આવેલ ખેતરમાંથી બે ભેંસોની ચોરી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide