પ્રોબેશનલ ASP અભિષેક ગુપ્તા સહિતની ટંકારા પોલીસનો લાઇટ ડીઝલ ઓઇલ ચોરીના ગોરખધંધા પર સપાટો : કુલ કી.રૂ. 48.46 લાખનો મુદામાલ કબ્જે
ટંકારા : તાજેતરમા ટંકારા પોલીસ મથકના પ્રોબેશનલ ASP તરીકે ફરજ બજાવતા અભિષેકે ગુપ્તા દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે તૈયાર કરેલા એક્શન પ્લાનને વધુ એક સફળતા મળી છે. જેમા રાજકોટ-મોરબી રોડ પરના મીતાણા ગામ પાસે લાઇટ ડીઝલ ઓઇલ ચોરી થતી હોવાની ચોક્કસ બાતમી મળતા આ અધિકારીની સુચનાથી નેકનામ ઓપી જમાદાર પ્રદિપભાઈ ગોહિલએ, એસ આઈ પ્રફુલ પરમાર, જીતેન્દ્રભાઈ, રમેશભાઈ સહિતના ટિમ બનાવી મોમાઈ હોટલની પાછળ સરકારી ખરાબામા બાવળની જાળીમાં લાઈટ ડીઝલની ચોરી કરતા ચાર શખ્સોની ટોળકીને રૂ.૪૮,૪૬,૯૪૯ ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડેલ હતા.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાના મિતાણા ગામે આવેલી મોમાઈ હોટલ પાછળ લાઈટ ડીઝલની ચોરી થતી હોવાની ચોક્કસ બાતમી મળતા ટંકારા પ્રોબેશનલ ASP અભિષેક ગુપ્તાએ ખાસ ટીમ બનાવી બનાવ સ્થળે રેડ કરતા બાવળની ઝાડીમા લાઈટ ડીઝલની ચોરી કરતા રમેશભાઇ દલીચંદભાઇ (ઉ.વ. ૩૮, ધંધો- ટ્રાન્સપોર્ટનો, રહે. રાજકોટ મોરબી રોડ, જકાતનાકા પાસે, સતનામપાર્ક, તા. જી. રાજકોટ, મુળ ગામ- હરીપર(ભુ), તા.ટંકારા, જી. મોરબી) એ પોતાની માલીકીના ટેન્કરમાં એસ્સાર કંપની જામનગર ખાતેથી ભરેલ એલ.ડી.ઓ., જે રાજસ્થાન પહોચાડવાનું હોય જે પોતાના બન્ને ડ્રાઇવરો હુશેન ઓસમાણ નાયાણી વાઘેર (ઉ.વ. ૩૨, રહે. વાડીનાર ઇદ મસ્જીદની બાજુમાં) ઇસ્માઇલભાઇ હુશેનભાઇ સંગાર (ઉવ.૩૦, રહે. વાડીનાર ગોવાડપડુ) અને તેના પાર્ટનર આરોપી જયદીપભાઇ કીશોરભાઈ વ્યાસ (ઉ.વ.૩૧, ધંધો- વેપાર, રહે. પ્રભુનગર ગામ, તા ટંકારા, જી.મોરબી)ને સાથે રાખી અને ટેન્કર મીતાણા લાવી અને તેમાંથી જે એલ.ડી.ઓના મુળ માલીક રાજસ્થાન રાજય વિધુત ઉત્પાદન નીગમ લીમીટેડની પરવાનગી વગર એલ.ડી.ઓ પ્રવાહી કાઢી અને એલ.ડી. ઓની ચોરી કરી અન્ય વ્યકિતઓની જીંદગી જોખમમાં મુકાય તે રીતે જવલંતશીલ પદાર્થ કોઇ ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા વીના રાખી મળી આવતા આરોપીઓએ લાઇટ ડીઝલ ઓઇલ પ્રવાહી ભરી ગંગાનગર રાજસ્થાન લઇ જવાને બદલે મીતાણા ખાતે ચોરી કરતા એકબીજાને મદદગારી કરતા કુલ મુદામાલ કીમત રૂ. ૪૮,૪૬,૯૪૯/-(અડતાલીસ લાખ છેતાલીસ હજાર નવસો ઓગણપચાસ) ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ટંકારા પોલીસે આ અંગે કયદેસરની કાર્યવાહી કરી ઇપી.કો. કલમ ૩૭૯,૨૮૫,૧૧૪ મુજબનો ગુન્હો નોંધી આ ચોરી કેટલા સમયથી થતી હતી આ ચોરીનો માલ ક્યા વહેંચવામાં આવતો હતો સહિતની વિગતો બહાર લાવવા તપાસ આદરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide