મોરબીને ટોયઝ ઇન્ડસ્ટ્રીનું હબ બનાવવા રાજ્ય સરકાર તરફથી પહેલ : સરકાર, મલ્ટીનેશનલ કંપનીઓ અને અજંતા-ઓરેવા ગ્રુપના ફાઉન્ડર જયસુખભાઇ પટેલે પણ મિટિંગમાં ત્રિપક્ષી ચર્ચાઓ કરી
મોરબી : હાલ ગુજરાત રાજ્ય સરકારના I-Hub (Gujarat Student Start-up and Innovation Hub) અને એજયુકેશન ડીપાર્ટમેન્ટ તરફથી મલ્ટીનેશનલ તથા ડોમેસ્ટિક મોટી બ્રાન્ડની કંપનીઓ સાથે અજંતા-ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ સાથે મેરેથોન (DVC.) મિટિંગો તા. ૨૫.૧૧.૨૦૨૦ અને તા. ૩૦.૧૧.૨૦૨૦ ના રોજ કરવામાં આવેલ હતી. તથા સરકાર તરફથી ટોયઝ ઇન્ડસ્ટ્રી માટેની મિટિંગમાં ઇનોવેટિવ અને સ્ટાર્ટ અપ લોકોને પણ ઇન્ટરનેશનલ લેવલના ટોયઝ માટે પણ સામેલ કરેલ હતા.
વિશ્વની જાણીતી ટોયઝની કંપનીઓ તથા બ્રાન્ડના સીઈઓ/હેડ સાથે ત્રિપક્ષી ચર્ચાઓ કરવામાં આવેલ હતી. જેમાં જયસુખભાઇ તરફથી મોરબીમાં ક્યાં પ્રકારની સ્કિલ, ઇન્ફ્રાસ્ટ્રકચર, વર્ક કેપેસિટી વગેરે પ્રાપ્ય છે તેની લંબાણપૂર્વક રજૂઆતો કરવામાં આવેલ હતી. તથા જયસુખભાઇ પટેલ તરફથી આ બધી કંપનીઓને મોરબીની વિઝિટ કરવાનું આમંત્રણ આપવામાં આવેલ હતું. તેમજ કેવા પ્રકારના ટોયઝની મોરબી પાસે બનાવવાની અપેક્ષા રાખે છે. તેના માટે સેમ્પલ્સ, સ્પેસિફિકેશન્સ, ડ્રોઈંગ, ડિઝાઈન મોકલવા બાબતે કંપનીઓને જણાવવામાં આવેલ હતું. જેથી, તેનું R&D અને Q.C. કરી તેના ઉત્પાદનના શ્રોત જાણી શકાય અને તે દિશામાં મોરબીના મેન્યુફેકચરર પણ આગળ વધી શકે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide