બૉમ્બ પ્રકરણ : આરોપીએ માત્ર રૂ. 3 હજાર માટે બેટિંગ રાજા મુવીથી પ્રેરાઈને સમગ્ર કાવતરૂ ઘડ્યું!!

0
52
/

ઘણા દિવસથી બૉમ્બ જેવી ડિવાઇસ બનાવતો હતો, કોઈ પૂછતું કે શું બનાવશ તો કહેતો કે રોકેટ પણ બનાવું છું

મોરબી : હાલ વાંકાનેરના બૉમ્બ પ્રકરણમાં આરોપીએ માત્ર રૂ.3 હજારની જરૂર પુરી કરવા બેટિંગ રાજા મુવીથી પ્રેરાઈને સમગ્ર કાવતરું રચ્યું હોવાનું ખુલ્યું છે. ઉપરાંત તે ઘણા દિવસથી બૉમ્બ જેવી ડિવાઇસ બનાવતો હતો. જો કોઈ પૂછતું કે શું બનાવશ તો કહેતો કે રોકેટ બનાવું છું.

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સેટમેક્સ સિરામિકમાં બૉમ્બ જેવી વસ્તુ મળી આવવાના પ્રકરણમાં પોલીસે જીતેન બલરામસીંગ લીધી ઉ.વ.૧૯ ધંધો.મજુરી રે.મુળ ખીરીયા તા.બેગમગંજ જી.ભોપાલ મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરી પ્રાથમિક પુછતાછ આદરી હતી.જેમાં જાણવા મળ્યું કે આ આરોપી છથી સાત મહીના પહેલા મોરબી જિલ્લામાં કામ અર્થે આવ્યો હતો. આટલા ઓછા સમયમાં તેને પાંચથી છ કારખાનાઓ ફેરવી દીધા હતા. ક્યાંય પણ એ બરાબર રીતે કામ કરતો ન હોય જેથી તેને કાઢી મુકવામાં આવતો હતો.

બાદમાં છેલ્લે તે સેટમેક્સ સિરામિકની નજીક આવેલા કલાસિક નામના કારખાનામાં રહેતો હતો. તેને રૂ. 3 હજારની જરૂર હતી. જેથી તેને સાઉથના બેટિંગ રાજા મુવીમાંથી પ્રેરાઈને નકલી બૉમ્બ બનાવીને ફેકટરી માલિકને ધમકાવી પૈસા પડાવવાનું કાવતરું સૂઝયુ હતું. બાદમાં તેને વાંકાનેર ખાતેની ઇલેકટ્રીકની દુકાનેથી બેટરી, ટાઇમર ધડીયાળની ખરીદી કરી તથા બીજી દુકાનેથી માર્કર, કાગળ વિગેરે વસ્તુઓ ખરીદી પેપરનો રોલ કરી તેને લાલ કલરથી રંગી રોલમાં રેતી ભરી તેની ઉપર બેટરી સર્કીટ તથા વાયરના ટુકડાઓ જોડી ટાઇમર ચાલુ કરી ટાઇમ બોમ્બ જેવું બનાવી કાગળના બોક્સમાં મુકી પાર્સલ તૈયાર કર્યું હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/