મચ્છુ 2 ડેમની નાની કેનાલ ઉપરથી સિંચાઈ વિભાગ અને નગરપાલિકાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવ્યા
મોરબી : તાજેતરમા મોરબી નગરપાલિકા અને સિંચાઈ વિભાગની દ્વારા આજે મોરબી નજીક મચ્છુ 2 ડેમની નીકળતી નાની કેનાલ ઉપર આડેધડ ગેરકાયદે ખડાયેલા દબાણો ઉપર ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં સિંચાઈ વિભાગ અને નગરપાલિકાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 100 થી વધુ દબાણો હટાવી દીધા હતા.
મોરબીના મચ્છુ-2 ડેમની મુખ્ય કેનાલમાંથી નીકળતી નાની કેનાલ ઉપર ગેરકાયદે દબાણો ખડકાઈ ગયા છે.જેમાં મોરબીના કન્યા છાત્રાલય રોડથી પંચાસર રોડ સુધી ફેલાયેલી નાની કેનાલ ઉપર 100 વધુ આસમીઓએ ગેરકાયદે દબાણો ખડકી દીધા હતા.આથી નાની કેનાલ ઉપર ગેરકાયદે ખડકાયેલા દબાણો હટાવી દેવાની તંત્રએ જે તે આસમીઓને અગાઉ સૂચના અને નોટિસ પણ ફટકારી હતી.તેમજ એક અઠવાડિયા પહેલા પણ જે તે આસમીઓને દબાણો હટાવી લેવાની અને દબાણો નહિ હટાવાઈ તો ડીમોલેશન કરવાની તંત્રએ નોટિસ ફટકારી હતી. તેમ છતાં જવાબદારીઓ કોઈ.મચક ન આપતા અંતે સિંચાઈ વિભાગ અને નગરપાલિકાની ટીમે પોલીસને સાથે રાખીને નાની કેનાલ ઉપર ખડકાયેલા દબાણો હટાવવા માટે ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી અને નાની કેનાલ ઉપર ખડકાયેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવીને 100 થી વધુ દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા.આ દબાણો દૂર થતાં હવે નાની કેનાલને બોક્સ કેનાલ બનાવવા આવશે અને સાઈડ બીજો રસ્તો બનાવવામાં આવશે.સિંચાઈ વિભાગની ટીમ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતની ટીમેં પૂરતા પોલીસ સ્ટાફને સાથે રાખીને આ દબાણ હટાવ કામગીરી પણ કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide