મોરબી જિલ્લામાં વીજકર્મચારીઓના આંદોલનનો પ્રારંભ : આજે પ્રથમ દિવસે સૂત્રોચ્ચાર કર્યા

0
38
/
આવતીકાલથી 20મી સુધી કાળી પટ્ટી બાંધી ફરજ નિભાવશે : 21મીએ માસ સીએલ ઉપર જશે

મોરબી : હાલ સાતમા પગાર પંચના મળવા પાત્ર ભથ્થાને લઈ રાજ્યભરમાં ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ પીજીવીએસેલના કર્મીઓએ સબંધિત વિભાગ સમક્ષ લડત ચાલુ કરી છે. જેના ભાગરૂપે આગામી તા. 21મીના રોજ માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

આગામી તા. 21મીએ રાજયભરમાં વીજકર્મીઓ માસ સીએલ પર ઉતરતા કચેરીમાં હાજર ન રહેવાની જાહેરાત કરી છે. તેમજ પીજીવીએસેલ સાથે જોડાયેલ ગ્રાહકોને જે-તે દિવસે કોઈ વિસ્તારમાં ફોલ્ટ સર્જાઈ અને લાઈટ જાય તો તેની વૈકિલ્પક વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે. આ લડતના ભાગ રૂપે આજે મોરબી જિલ્લાના મોરબી, ટંકારા, હળવદ અને વાંકાનેર યુનિટ ખાતે 315 કર્મીઓએ બપોરે 2થી 2:30 વાગ્યા દરમિયાન સૂત્રોચ્ચાર કાર્યક્રમ યોજ્યો હતો. તેમ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના કોર કમીટી મેમ્બર રોહિત પડસુંબિયાએ જણાવ્યું હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/