વિકાસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરતા રાજકીય પક્ષોને છેલ્લી ઘડીએ દોડધામ
મોરબી: હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારે આજે વિકાસ કમિશનર દ્વારા જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં પ્રમુખ માટેનું રોટેશન જાહેર કર્યું છે જેમાં મોરબી જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખપદ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે અનામત જાહેર કરતા છેલ્લી ઘડીએ રાજકીય પક્ષોને દોડાદોડી કરવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.આગામી તા.૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો શોધખોળ શરુ કરી દીધી છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. ત્યારે રાજય વિકાસ કમિશનર દ્વારા તમામ જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રમુખ પદ માટે અનામત રોટેશન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાં મુજબ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ સામાજિક અને આર્થિક રીતે પછાતવર્ગના ઉમેદવાર માટે અનામત જાહેર કરવામાં આવ્યું છે.
જેથી, આગામી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી બાદ ચૂંટાયેલ બોડીમાંથી પ્રમુખ તરીકે સામાજિક અને આર્થિક રીતે પછાત હોય તેવા ઉમેદવાર માટે અનામત જાહેર કરાતા હવે રાજકીય પક્ષોએ પક્ષમાંથી પ્રમુખ માટે જરૂરી સોગઠા ગોઠવવાની શરૂઆત પણ કરી દીધેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide