જિલ્લા વહીવટી તંત્રના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પણ પ્રથમ ડોઝ અપાયો
મોરબી : મોરબી જિલ્લામાં આજે જિલ્લા પોલીસવડા, મામલતદાર તેમજ જિલ્લા વહીવટી તંત્રના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા હતા.
મોરબીમાં આજે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેકસીન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિત પીઆઈ અને પીએસઆઇ સહિતના સ્ટાફે કોરોના વેકસીન લીધી હતી એ જ રીતે જિલ્લા વહીવટીતંત્રના મામલતદાર, નાયબ મામલતદાર અને કારકુન સહિતના સંવર્ગના અધિકારી કર્મચારીઓએ પણ કોરોના વેકસીનનો ડોઝ મુકાવી સ્વદેશી રસી અસરકારક અને સુરક્ષિત હોવાનો સંદેશ આપ્યો હતો.
રસીકરણ સમયે જિલ્લા કલેકટર જે.બી.પટેલ, અધિક કલેકટર કેતન જોષી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.દુધરેજીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અને કોરોના વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત હોય જેથી નાગરિકો પોતાનો વારો આવે ત્યારે કોરોના રસી જરૂર મુકાવે તેવો અનુરોધ કર્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide