મોરબી : તાજેતરમા મોરબી જિલ્લાના ટોળ ગામ ખાતે તપોવન ભારતી આશ્રમમાં દિગંબર લક્ષ્મણ ભારતી બાપુની તિથી નિમીતે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગત તા. 31 જાન્યુઆરીને રવિવારના દિવસે ટોળ ગામ ખાતે તપોવન ભારતી આશ્રમના ગુરુ દિગંબર લક્ષ્મણ ભારતી બાપુની તિથી નિમિતે મહંત દિગંબર પ્રભળ ભારતીજી દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંત શ્રીનારાયણ ભારતી-ધ્રોલ, મહંત વામન ભારતી-સરખેજ (અમદાવાદ), મહંત જમનાગીરિ-કોઠારીયા, મહંત કિસનદાસજી-હિરાપર, મહંત તુલસીદાસજી-ખાનપર, મહંત ઇન્દ્રદિપ ભારતી-હળવદ, મહંત લક્ષ્મી ભારતી-હળવદ તથા મોરબી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદમાથી પરેશભાઈ તન્ના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુંદરકાંડના પાઠ ગૌ આશિષમંડળ-ખાનપર દ્વારા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ડેનિસભાઈએ સહપરિવાર સાથે જહેમત ઉઠાવી હતી તથા ફોટોગ્રાફર મનોજભાઈ નિમાવત પણ હાજર રહ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide