સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચ : ક્રૂડ તેલમાં પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો

0
65
/

રૂના વાયદામાં ૩૮,૨૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે ભાવમાં સેંકડા વધ્યા: કપાસમાં રૂ.૧૦.૫૦નો સુધારો : સીપીઓ, રબરમાં વૃદ્ધિ: મેન્થા તેલ ઢીલું: પ્રથમ સત્રમાં રૂ.૧૩૨૧૦ કરોડ જેટલું ટર્નઓવર

મુંબઈ: હાલ વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨૦૩૩૨૯ સોદામાં રૂ.૧૩૨૧૦.૯૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચ રહી વાયદા વધુ વધી આવ્યા હતા. તમામ બિનલોહ ધાતુઓ પણ સુધરી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં પ્રત્યાઘાતી ઘટાડો વાયદાના ભાવમાં થયો હતો. નેચરલ ગેસ પણ ઘટ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં સીપીઓ, રબરમાં વૃદ્ધિ સામે મેન્થા તેલ ઢીલું હતું.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૦૮૫૪૧ સોદાઓમાં રૂ.૫૭૫૪.૮૩ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮૦૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૮૨૩૫ અને નીચામાં રૂ.૪૭૯૫૧ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫૦ વધીને રૂ.૪૮૦૮૯ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૪ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૮૪૫૨ અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૭૮૦ થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૧૪ વધીને બંધમાં રૂ.૪૭૯૪૦ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૭૦૨૯૭ ખૂલી, ઊપરમાં રૂ.૭૦૭૫૭ અને નીચામાં રૂ.૬૯૮૬૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૬૬ વધીને રૂ.૭૦૪૫૦ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૩૫૩ વધીને રૂ.૭૦૩૭૪ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૩૪૯ વધીને રૂ.૭૦૩૫૮ બંધ રહ્યા હતા.
એનર્જી સેગમેન્ટમાં કુલ ૭૧૮૬૧ સોદાઓમાં રૂ.૩૯૩૨.૧૯ કરોડનો ધંધો થયો હતો.

ક્રૂડ તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૨૪૭ ખૂલી, ઊપરમાં રૂ.૪૨૭૮ અને નીચામાં રૂ.૪૨૦૧ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩ ઘટીને રૂ.૪૨૧૮ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૫૮૫ સોદાઓમાં કુલ રૂ.૩૩૩.૪૬ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ફેબ્રુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૪૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૫૦૦ અને નીચામાં રૂ.૨૧૪૧૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૦ વધીને રૂ.૨૧૪૭૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૦૧૭.૨ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩.૩ વધીને બંધમાં રૂ.૧૦૧૪.૩ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૫૮ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૧.૭ અને નીચામાં રૂ.૯૫૩.૫ રહી, અંતે રૂ.૯૫૭ બંધ પણ રહ્યો હતો.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/