મોરબી: સિમેન્ટ-સ્ટીલમાં તોતિંગ ભાવ વધારાના વિરોધમાં શુક્રવારે બિલ્ડરોની હડતાળ

0
23
/
મોરબીની ૧૦૦થી વધુ બાંધકામ સાઇટ બંધ રહેશે; અસહ્ય વધારાનો વિરોધ કરી બિલ્ડરો કલેકટરને આપશે આવેદન

મોરબી: હાલ સિમેન્ટ તેમજ સ્ટીલના ભાવમાં કંપનીઓએ કાર્ટેલ રચી અસહ્ય ભાવ વધારો ઝીંકી દેતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આવતીકાલે શુક્રવારે ગુજરાતના તમામ બિલ્ડરોએ એકદિવસીય હડતાળ પાડી આ ભાવ વધારાનો વિરોધ કરવા નક્કી કર્યું છે જેમાં મોરબીના બિલ્ડરો પણ જોડાઈ કલેકટરને આવેદન આપી રજુઆત કરશે.

મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશને આવતીકાલે શુક્રવારે તમામ બાંધકામ સાઇટ પર કામ બંધનું એલાન કર્યું છે. સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદન કંપનીઓએ સાંઠગાંઠ બનાવી એક સાથે ભાવવધારો ઝીંકતા તેના વિરોધમાં ગુજરાતભરની બિલ્ડર લોબી એક થઈ ગઈ છે વધુમાં આ હડતાળને પગલે મોરબીની ૧૦૦ જેટલી બાંધકામ સાઇટો પર કામગીરી સદંતરપણે બંધ રાખવામાં પણ આવશે તેવું બિલ્ડર એસોશિએશન પ્રમુખ ભરતભાઇ બોપલીયાએ જણાવ્યું છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/