મોરબી : રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી નાણાં ખંખેરતી ત્રિપુટી ઝડપાઈ

0
357
/

તાજેતરમા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાની સુચના તથા ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ તેમજ પીઆઈ બી. પી. સોનારાની સુચના અને માર્ગદર્શન મુજબ મિલકત સંબંધિ ગુન્હા શોધી કાઢવા અંગે પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે તા.૨૨નાં રોજ સવારના સમયે વિમલેશકુમાર લલુપાલ (રહે.હાલ મોરબી શકત શનાળા રાજપર રોડ તીરૂપતિ પોલીપેક કારખાનામાં) વાળાને સી.એન.જી રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી રોકડ રૂ.૨૪૦૦૦/- ની ચોરી કરી ધક્કો મારી રીક્ષાગેંગ નાસી ગઈ હોય જેથી તપાસ દરમ્યાન પો.હેડ.કોન્સ રામભાઇ મંઢ તેમજ પો. કોન્સ સંજયભાઇ બાલાસરા ને ખાનગી બાતમીદારોથી માહીતી મળેલ હોય કે મોરબી શનાળા ગામ ધુનડા રોડ ઉપર બનાવમાં ઉપયોગ થયેલ સીએનજી રીક્ષા સાથે ધનજીભાઇ ઉર્ફે જાડીયો દેવજીભાઇ ગેંડાણી (રહે.રાજકોટ કોઠી કમ્પાઉન્ડ રેલ્વેસ્ટેશન રોડ બ્લોકનં. ૮૫), ગોરધનભાઇ ઉર્ફે ભુરો દેવજીભાઇ ગડાણી (રહે.રાજકોટ પૌપટપરા શેરી નં.૪/૧૦ ના ખુણે રામાપીરના મંદીર સામે), કિશન દિનેશભાઇ કુમતીયા/ દેવીપુજક (રહે-રાજકોટ જામનગર રોડ ઘંટેશ્વર પાર્ક જીથરીયા પીરની દરગાહ ની બાજુ મા રપ વારીયા સરકારી આવાશ માં કવાર્ટર નં.પ૬૭) વાળા ત્રણ ઇસમો મળી આવેલ હતા. આ ત્રણેય શખ્સોની તલાશી લેતા ચોરીમાં ગયેલ રોકડ રૂપીયા તેમજ ફરીયાદીનું ચોરી થયેલ આધારકાર્ડની નકલ મળી આવતા રોકડ રૂપીયા તેમજ બનાવમાં ઉપયોગમાં લેવાયેલ સીએનજી રીક્ષા કબજે કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હો ડીટેકટ કરવામાં આવેલ છે.

આ સફળ કામગીરી કામગીરી એ ડિવિઝન પીઆઇ બી.પી.સોનારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જી.જેઠવા, પો.હેડકોન્સ પ્રફુલભાઇ પરમાર, રામભાઇ મંઢ, કિશોરભાઇ મિયાત્રા, મહાવીરસિંહ પરમાર, પો.કોન્સ.ભાનુભાઇ બાલાસરા, ચકુભાઇ કરોતરા, સમરતસિંહ ઝાલા, ભાવેશભાઇ મિયાત્રા, સંજયભાઇ બાલાસરા તેમજ ભરતભાઇ હુંબલે કરી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/