ડાયાબિટીઝ સહિતના દર્દીઓ માટે કાળા ઘઉં આશીર્વાદ સમાન છે
ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં અનેક ખેડૂતોએ પણ કર્યું છે કાળા ઘઉંનું વાવેતર
હડમતીયા : હાલ ટંકારા તાલુકાના હડમતીયા ગામે પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે કાળા ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું. અને હાલમાં આ ઘઉં પાકી જતા હાર્વેસ્ટિંગ મશીનથી કાળા ઘઉંની કાપણી કરાતા ખેડૂતને રેગ્યુલર ઘઉંની તુલનાએ સારા પ્રમાણમાં આ ઘઉંનો ઉતારો આવ્યો છે.
આરોગ્ય માટે ઉત્તમ ગણી શકાય તેવા પૌષ્ટિક અને ઓછા સુગર લેવલ વાળા કાળા ઘઉંનું હડમતીયા ખેડૂત મનીષભાઈ અવચરભાઈ ડાકા દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાયોગિક ધોરણે વાવવામાં આવેલા કાળા ઘઉંને હડમતિયાની જમીન માફક આવતા ખેડૂત મનીષભાઈને પહેલા જ વર્ષમાં કાળા ઘઉંનું સારું ઉત્પાદન પણ કરવામાં આવ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide