હાઇકોર્ટમાં 304/એ ની ફરિયાદ છતાં મોરબીની સદ્ભાવના હોસ્પિટલને કોવિડ સારવારનું લાયસન્સ શા માટે?

0
231
/

મજબુર લોકોના જાન-માલને કસાઈ પ્રવૃત્તિ કરનારાઓને હવાલે કરવા એ પ્રજાદ્રોહ સમાન

‘ભ્રષટાચારીઓ પૂજાય અને સજ્જનો મૂંઝાય’ તેવો કોરોનથી પણ વધુ ખતરનાક સમય ચાલી રહ્યો છે. તેનો પુરાવો મોરબીની કુખ્યાત સદભાવના ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ અને તેના બેદરકાર ડોક્ટરો છે.
ડોક્ટરો દ્વારા જેના સ્વજન ભોગ બન્યા હોય તેઓ જ સાચી પીડા સમજી શકે, અનુભવી શકે. અમારા મીડિયાના સ્વજન મહિલાનું આ ડૉક્ટરોની ગુન્હાહિત બેદરકારીના કારણે અપમૃત્યુ થયેલ જેનો દુ:ખદ આઘાત અમો ભૂલી નથી શક્યા,
અમારા સ્વજનનું હોસ્પિટલમાં તા. 8-8-2020 ના રોજ બપોરના 1:30 ના ડૉક્ટરોની અપરાધિક બેદરકારીના કારણે અપમૃત્યુ થયેલ, આ ડોક્ટરોએ પોતાના અપરાધ પર ઢાંક પીછોડો કરવા રાજકોટ સિવિલમાં રીફર કરવાની વાત કરી લાશને સાંજના 5 વાગ્યે એમ્બ્યુલન્સમાં રાજકોટ લઇ ગયા, સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું કે આ મહિલાનું મૃત્યુ ઘણા કલાકો પહેલા થયેલ છે જેથી અમો તે સ્વીકારી નહિ, આમ અમારી સાથે વિશ્વાસઘાત કરેલ તે પણ અમો ભૂલ્યા નથી, અમે એ પણ નથી ભૂલ્યા કે અમારી મહિલાની અંતિમક્રિયા માટે લાશને લેવા આવેલ નગર પાલિકાના કર્મચારીઓ અને હોસ્પિટલના સ્ટાફના લોકો લાશ પાસે ઉભા રહી ખડખડાટ હસતા હસતા ફોટા પડાવી રહ્યા હતા, નિર્દયતા અને લાગણીહીનતાની તમામ હદો પાર કરેલ હતી.
સદભાવના ટ્રસ્ટના એક વગદાર ટ્રસ્ટીએ અમોને ટેલિફોનિક સાંત્વના આપતા જણાવેલ કે ‘હું તમારી સાથે જ છું’ પરંતુ આજ સુધી તેઓ અમારી સાથે હોય તેવો અનુભવ કરાવ્યો નથી. જેનો અમોને અફસોસ છે. જો અમારી સાથે હોત તો આ ડૉક્ટરો પર ચોક્કસ પગલાં લીધા હોત. લોકો કહે છે કે આ ડૉક્ટરો પાસે ટ્રસ્ટીઓની નબળી કડીઓ છે તેથી ટ્રસ્ટીઓ પાસે ન્યાયની કે સત્યને સાથે આપવાની આશા ન રાખતા
આ દુર્ઘટના માટે તંત્રના અધિકારીઓ પણ જવાબદાર છે, આજ સુધી આ અપરાધી ડોક્ટરોને અગમ્ય કારણોસર બચાવી રહ્યા છે 2005 ના માહિતી અધિકારના કાનૂનને કચરા ટોપલીમાં નાખી દીધો હોય તે રીતે ગોળ-ગોળ જવાબો આપી રહ્યા છે. આ વર્તન તેઓનું મીડિયાકર્મીઓ સાથે રહ્યું છે ત્યારે સામાન્ય પ્રજાની શું હાલત થતી હશે? એ પણ એક યક્ષ પ્રશ્ન છે
ટ્રસ્ટીઓ, ડૉક્ટરો અને તંત્રના અધિકારીઓનું ગઠબંધન પ્રજાના જાનમાલનું નહિ પણ ડૉક્ટરોના અપરાધોને બચાવવા મહત્વ આપે તે તેઓ માટે શરમજનક અને ધિક્કારને પાત્ર છે.

કોઈપણ વગદાર ટ્રસ્ટી હોય, નામી ડૉક્ટર હોય કે મોટી ખુરશી પર બેઠેલ અધિકારીઓ હોય આ બધા કુદરત પાસે કીડી-મકોડા જ છે . કુદરત જયારે ન્યાય કરે ત્યારે વ્યાજ સહીત વસુલાત કરે છે તે ભૂલવા જેવું નથી. ‘હરદમ ફેંસલા હોતા હૈ નેકી ઔર બડી કા, ઇસ દિલકો સિનેમે છોટીસી અદાલત સમજો’

(સદભાવના હોસ્પિટલના ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા અને ડો. મનુ પારિયા ની બેદરકારીથી અવસાન પામેલ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ પરિવારના મોભી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/