સબ ડિસ્ટ્રિક્ટ કક્ષાની હોસ્પિટલમાં છતાં વેન્ટિલેટરની પણ સુવિધા નથી!
વાંકાનેર : હાલ સમગ્ર મોરબી જીલ્લાને કોરોનાએ અજગર ભરડો લીધો છે ત્યારે વાંકાનેરમાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ કેર વિભાગ શરૂ કરાયો છે અને હાલ 30 બેડની ક્ષમતા ધરાવતા આ વિભાગમાં અત્યારે 14 પેશન્ટ સારવાર લઈ રહ્યા છે. અને એકને ગંભીર લક્ષણો જોવા મળતા મોરબી ખાતે રિફર કરાયેલ હોવાની વિગતો મળી છે.
વાંકાનેરનાં ખાનગી દવાખાનાઓમાં પણ શરદી ઉધરસ તાવનાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આ બાબતે વાંકાનેર સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. ફાલ્ગુનીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સામાન્ય શરદી ઉધરસ તાવમાં પણ લોકો કોરોના ટેસ્ટ માટે દોડે છે. તેને બદલે તબીબ સલાહ આપે તો જ કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ. હાલ ઉપરથી જ કોરોના ટેસ્ટ કીટ મર્યાદિત માત્રામાં મળતી હોય જેને ખરેખર ટેસ્ટની જરૂરિયાત જણાય તેને જ કોરોના ટેસ્ટ કરાવવા જોઈએ. જેથી કરીને જેને ખરેખર ટેસ્ટ કરાવવો જરૂરી છે તેવા પેશન્ટ વંચિત ન રહે. તેમ જણાવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide