લાલપર આરોગ્ય કેન્દ્રને ગઈકાલે પણ લોકભાગીદારીથી 50 રેપિડ કીટ પણ અપાઈ
મોરબી : હાલ મોરબીમાં કોરોના ટેસ્ટિંગ કીટની અછત વચ્ચે આજે લાલપર વિસ્તારના ઉદ્યોગકારો દ્વારા આરોગ્ય કેન્દ્રને 750 રેપિડ કીટ ભેટ આપી ટેસ્ટિંગ કરવામાં ઝડપ લાવવામાં મદદરૂપ થયા હતા.
લાલપર ગામના ઉધોગકારો દ્વારા લોકભાગીદારીમા કોરોના ટેસ્ટ કરાવવા માટે પબ્લીક હેલ્થ સેન્ટર લાલપરમા કીટ આપવાનુ નકકી કરી નિલેષભાઈ જેતપરીયા, ધર્મેન્દ્રભાઇ વાંસદડીયા, મુકેશ પડસુંબીયા, ગોવિંદભાઇ વાંસદડીયા, યોગેશ આદ્રોજા, રમણીકભાઇ આદ્રોજા, કમલેષભાઇ આદ્રોજા, મનિષભાઇ સરદાર હાર્ડવેર, સ્વસ્તિક હાર્ડવેર તેમજ નાથાભાઇ પ્રજાપતી રામદેવ ફરસાણ વારા, માવજીભાઇ રાઘવજીભાઇ જેતપરીયા અને કેશવજીભાઇ રાઘવજીભાઇ જેતપરીયા, મેઘજી રામજીભાઇ જેતપરીયા, સ્વ.રતનજીભાઇ વિલપરા હસ્તે કેતનભાઇ વિલપરા, બિપીન નરભેરામ આદ્રોજા, ગોવિંદ બચુભાઇ વિલપરા દ્વારા ટોટલ ૭૫૦ રેપીડ ટેસ્ટ કીટનુ યોગદાન આપેલ છે .ગઇકાલે પણ અરવિદભાઇ વાંસદડીયા દ્વારા આરોગ્ય કેન્દ્રને ૫૦ કીટ લોકભાગીદારીમા આપેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide