સરકારી કચેરીમાં અગત્યની કામગીરી હોય તેને જ પ્રવેશ અપાશે રાજ્ય સરકારના નિર્ણય અનુસાર મોરબીમાં આજથી 30 એપ્રિલ સુધી સુધી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી કર્ફ્યુ
મોરબી : કોરોના સંક્રમણને ધ્યાને લઇ હાલની પરિસ્થિતિને અનુસંધાને રાજ્ય સરકારના નિર્ણય અનુસાર મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા સરકારની ગાઈડલાઈનને અનુસરવા મોરબી શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા તા.૦૭/૦૪/૨૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી દરરોજ રાત્રીના ૮:૦૦ કલાક થી સવારના ૦૬:૦૦ કલાક સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહે તે અંગેનું જાહેરનામું પાડ્યું છે. જાહેરનામા અનુસાર તા.૧૦/૦૪/૨૦૨૧ થી લગ્ન, સત્કાર સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૧૦૦ થી વધુ વ્યક્તીઓ એકઠા કરી શકશે નહીં. આ દરમિયાન કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શક સૂચનાઓ યથાવત રહેશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide