ટંકારામાં તાત્કાલીક કોવિડ કેર સેન્ટર શરૂ કરવા રજુઆત કરાઈ

0
25
/
સામાજિક કાર્યકર દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત

ટંકારા : તાજેતરમા હાલમા કોરોના મહામારીનો જે બીજો સ્ટ્રેઇન મોરબી જિલ્લા માટે અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યો હોય તાકિદે કોરોના નાથવા પ્રાથમિક ધોરણે યોગ્ય વ્યવસ્થા જ સાચું હથીયાર હોય તાકીદે ટંકારા તાલુકામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડાએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે, ટંકારા તાલુકાના ૪૨ જેટલાં ગામડાઓ હોય અને દરેક ગામોમા કોરોનાએ પગ પેસારો કરેલ છે અને અનેક માનવ જીંદગીને ભરખી ગયો હોય ત્યારે ટંકારા તાલુકામા સીવીલ હોસ્પિટલમાં ઉપચારના કોઈ જ સાધનો કે નિષ્ણાત એમ. ડી. દરજ્જાના ડોક્ટરની ટીમ ના હોય જેથી ૪૨ ગામનાં પીડીત દર્દીને મોરબી,રાજકોટ કે જામનગર વધું સારવાર માટે જાવું પડતું હોય તેથી સારવાર મળે તે પહેલાં જ દર્દી અનંતની વાટ પકડી લે છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/