મોરબીના બાળરોગ નિષ્ણાંત તબિબે બાળકોને થતા કોરોના અંગે જરૂરી સુચનો આપ્યા

0
258
/
ડો. મનિષ સનારીયાએ કોરોના સંદર્ભે માતા અને બાળક માટે આપ્યા મહત્વના સલાહ સૂચનો

મોરબી: તાજેતરમા હાલની કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં તાજા જન્મેલા બાળકો, નાના બાળકો અને માતા માટે કોરોના સંક્રમણથી બચાવના અને જો કોરોના સંક્રમિત થઈ ગયા હોય તો શું શું કરી શકાય એ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

સ્પર્શ બાળકોની હોસ્પીટલના ડૉ. મનિષ સનારીયાએ લોકોના મનમાં ઉઠતા વિવિધ સવાલો જેવા કે, શું કોરોના બાળકોને થઈ શકે? ચેપ ક્યાથી અને કેવી રીતે લાગે? નાના બાળકોમાં કોરોનાના ક્યા લક્ષણો જોવા મળે છે? ક્યા પ્રકારના રીપોર્ટ કરાવવા? બાળકની સારવાર કઈ રીતે કરવી? કઈ રીતે સંક્રમણથી બચાવવુ? વગેરે બાબતો અંગેની માહીતી આપી હતી.

પ્રવર્તમાન સમયે સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય તેમજ મોરબી જીલ્લો પણ તેમાથી બાકાત રહ્યો નથી. દીન-પ્રતિદીન કોરોનાના કેસ તેમજ મૃત્યુઆંક વધી રહ્યો છે ત્યારે દરેક લોકોને ઘરના વડીલોની સાથે નાના બાળકોની ચિંતા સતાવતી હોય છે. કોરોના વાઈરસના નવા સ્ટ્રેનમાં નવજાત શિશુ ઉપરાંત નાના બાળકોને પણ કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ વધ્યુ છે ત્યારે માતા-પિતાને મુંઝવતા પ્રશ્નોના ઉકેલ અંગે મોરબીના બાળરોગ નિષ્ણાંત તબિબ અને સ્પર્શ બાળકોની હોસ્પીટલના ડૉ. મનિષ સનારીયાએ જરૂરી સુચનો કર્યા છે.

જે નીચે મુજબ લોકોના મનમાં ઉઠતા સવાલો જેવા કે,

શું કોરોનાનુ ઈન્ફેક્શન બાળકોને થઈ શકે?

-હા, પ્રથમ વેવની સરખામણીએ બીજી વેવમાં બાળકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળે છે પરંતુ મોટાભાગના બાળકોમાં ગંભીર લક્ષણો જોવા મળતા નથી તેથી તેઓ સાજા થઈ જાય છે.

બાળકોને ચેપ ક્યાંથી લાગી શકે?

-બહારથી આવતા ઘરના વડીલો તથા શેરી ગલીઓમાં રમતા બાળકો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા ચેપગ્રસ્ત થઈ શકે.

નાના બાળકોમાં કોરોનાના ક્યા પ્રકારના લક્ષણો જોવા મળે છે?

– સામન્ય રીતે તાવ, શરદી-ખાંસી, ઉલ્ટી, ઝાડા, શરીર-પેટ-માથાનો દુ:ખાવો જેવા લક્ષણો જોવા મળે છે. પરંતુ જો સંક્રમણ વધારે ફેલાય તો ખુબ જ અશક્તિ, ખોરાક બંધ થઈ જવો, ખુબ જ ઉધરસ આવવી, શ્વાસ લેવામાં તકલીફ જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે.

ક્યા પ્રકારના રીપોર્ટથી બાળકોમાં કોરોના જાણી શકાય?

-સામાન્ય રીતે નાકમાંથી સેમ્પલ લઈ રેપીડ એન્ટિજન ટેસ્ટ અથવા RTPCR ટેસ્ટ દ્વારા કોરોનાની તપાસ થઈ શકે. ઘણી વખત રેપીડ ટેસ્ટ નેગેટીવ આવે તો પણ લક્ષણો જણાતા RTPCR ટેસ્ટ કરાવવો હીતાવહ છે. મોટા ભાગના બાળકોમાં સામાન્ય લક્ષણો જોવા મળતા હોય છે; તેથી બ્લડ ટેસ્ટની કોઈ આવશ્યકતા રહેતી નથી પરંતુ ગંભીર લક્ષણો ધરાવતા બાળકો માટે ડોક્ટરની સલાહ મુજબ CBC, CRP, SGPT, LFT, D-dimer, S.Ferritine સહીતના ટેસ્ટ કરાવવામાં આવે છે.

બાળકોનો કોરોના ટેસ્ટ ક્યારે કરાવવો?

-ઘર મા કોઈ વ્યક્તિ કોરોના પોઝીટીવ આવે , ઘરના કોઈ સભ્ય કે બાળકમાં શંકાસ્પદ લક્ષણો જણાય તો પરિવારના દરેક સભ્યોનો કોરોના ટેસ્ટ કરાવવો હીતાવહ છે જેથી સંક્રમણને આગળ વધતુ અટકાવી શકાય.

બાળકોના RTPCR ટેસ્ટમાં ct વેલ્યુ ઓછી હોય તો તે ગંભીર બાબત છે?

-ના, બાળકોના ટેસ્ટમાં ct વેલ્યુ મહત્વની નથી. તેના પરથી ગંભીરતાનો અંદાજ પણ ન લગાવી શકાય.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/