મીડિયા દ્વારા કોરોના અંગે સકારાત્મક માહિતી આપવા જયદેવસિંહ જાડેજાની અપીલ

0
205
/

મોરબી: તાજેતરમા કોરોના મહામારી ચાલી રહી હોય મીડિયામાં ક્યાંક મૃત્યુ તો ક્યાંક ક્યાં કેટલા પોઝીટીવ કેસ આવ્યા તેવા જ સમાચારો લોકોને મળી રહ્યા હોય તેવા સમયે લોકોને કોરોનાથી કેમ સજાગ બનવું તેવી મહત્વની માહિતી લોકોને બતાવવા મીડિયાને ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા મીડિયાને ઉદ્દેશીને એક અપીલ કરવામાં આવેલ છે જે હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ છે

શુ છે તેમની અપીલ…

મારા વ્હાલા પત્રકારો મિત્રો આપને બધાને એક વિનંતી સાથે કહેવા માંગુછુ કે હાલ કોરોના ની સ્થિતિ અત્યંત ગંભીર છે જે આપડે બધા જાણીએ છી. શહેરો માં મોત તાંડવ કરી રહ્યુંછે એક પછી એક માણસો મરી રહ્યાછે સમશાન માં પણ કિયાંય જગ્યાઓ નથી આવી વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે. પરંતુ મીડિયા માં એટલી તાકાત છે કે ધારે એ કરી શકે. માટે મારી આપ બધા મીડિયા મિત્રો ને એક વિનંતી છે કે હાલ નેગેટિવ ન્યૂઝ આપવા કરતા થોડા પોઝેટીવ ન્યૂઝ વધારે પ્રમાણ માં આપો જેથી કરીને લોકોના મનમાં થી ખોટો ડર નીકળી જાય. કારણકે હાલ લોકો ડર ના લીધેજ મુત્યુ પામેછે કોરોના કેસ માં હૃદય બંધ થવાથી વધારે મુત્યુ થઇ રહ્યાછે જેથી કરીને આપડે બધાએ સાથે મલીને લોકો ના મનમાંથી ડર દૂર કરવાની જરૂર છે. હાલના સમશાન ના અને હોસ્પિટલ ના વિડિઓ જોઈ જોઈ ને લોકો ના વિચારો પણ નેગેટિવ થઇ ગયાછે. જેથી કરીને લોકો માં એક આશા જાગે એવા ન્યૂઝ વધારે પ્રમાણ માં આપડે પ્રેસ મીડિયા માં આપવા જોઈએ કારણકે જે વસ્તુ મીડિયા કર્મીઓ કરી શકે એ સરકાર પણ નહીં કરી શકે લોકો ને બચાવવા માટે આપડે આ પહેલ કરવાની જરૂર છે. કેટલા લોકો મુત્યુ પામે એના કરતા કેટલા લોકો સાજા થઇ ને ઘરે આવેછે એ ન્યૂઝ વધારે આપો એવી મારી આપ બધાને વિનંતી છે. બને એટલા વધારે પ્રમાણ માં પોઝેટીવ ન્યૂઝ જનતા ને આપો અને સરકારી ગાઈડ લાઇન નું જનતા યોગ્ય પાલન કરે એવી માહિતી આપો 🙏🙏🙏🙏

જયદેવસિંહ જાડેજા ( પ્રમુખ શ્રી. ગજાનંદ પાર્ક સોસાયટી પીપળી )

જયદેવસિંહ જાડેજા (પ્રમુખ: ગજાનન પાર્ક,પીપળી) -(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/