હજુ આગામી દિવસોમાં આરોગ્ય સેવાને સઘન બનાવવા સતત પ્રયત્નશીલ રહેવાની પણ નેમ
મોરબી : મોરબીમાં કોરોનાએ ભયંકર રૂપ ધારણ કરી દહેશત મચાવી છે. ત્યારે સરકારી તંત્ર વ્યવસ્થા કરવામાં અસમર્થ હોય ઉદ્યોગપતિઓએ આગળ આવીને આરોગ્ય સેવાને સઘન બનાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે. જેમાં બે જ દિવસમાં ચાર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાય છે. આ સાથે લાખો રૂપિયાના અનુદાનનો ધોધ પણ વહ્યો છે.
મોરબીમાં કન્યા છાત્રાલય કોરોના કેર સેન્ટર ઉભુ કરવા માટે યુવા ટીમના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. તેમાં પાટીદાર ધામના ટ્રસ્ટી હિતેશભાઈ કુંડારિયાએ વાત રજૂ કરી હતી કે એમ્બ્યુલન્સ લેવા માટે તેઓ ૫૧,૦૦૦/- આપવા તૈયાર છે.જોતજોતામાં ૫૧,૦૦૦ ના બીજા ત્રણ દાતા મળી ગયા અને એમ્બ્યુલન્સ લેવાનું નક્કી કર્યું. ત્યારબાદ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી બેચરબાપા હોથીની ઇનોવા કાર છાત્રાલય પર જ પડી હતી અને બેચરભાઈ હોથી કહ્યું કે આ કારને પણ એમ્બ્યુલન્સ બનાવી નાખો. દાતા તરીકે પહેલ કરનાર ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા એમ્બ્યુલન્સનો તમામ ખર્ચ આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ પહેલને સૌએ વધાવી લીધી આ પહેલને જોઈ મોરબીના તમામ યુવા ઉદ્યોગપતિઓ એ નિર્ણય કર્યો કે પાટીદાર સમાજ માટે પાંચ એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરવી છે અને જોતજોતામાં મોરબીના યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરીયાએ 11,00,000/- મેડિકલ ક્ષેત્રમાં વાપરવાનું નક્કી કર્યું. તે પૈકીના પાંચ લાખ એમ્બ્યુલન્સમાં અને 6 લાખ કોરોના કેર સેન્ટરમાં ત્યારબાદ સ્પ્રે ડ્રાયર એસોસિયેશનના પ્રમુખ આવ્યા અને તેને પણ આઠ લાખ જેવું દાન આપી ચાર લાખની એક એમ્બ્યુલન્સ અને ચાર લાખ રૂપિયા કોરોના સેન્ટરમાં વાપરવાનું નક્કી કર્યું. આ વાતને જોતા ઉમા ટાઉનશીપના યુવા ઉદ્યોગપતિએ નક્કી કરી અને એક એમ્બ્યુલન્સ તેને પણ વસાવી લીધી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide


















