મોરબીમાં કોરોનાના કહેર વચ્ચે બેડ અને રેમડીસીવર ઇન્જેક્શનની અછત નિવારવાની માંગણી

0
27
/

જિલ્લા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખ તેમજ પૂર્વ પ્રમુખ દ્વારા સીએમ, ડે.સીએમ અને આરોગ્ય મંત્રીને રજુઆત

મોરબી : મોરબીમાં કોરોનાની સ્થિતિ વિકટ અને ભયાનક છે. સરકારી કે ખાનગી સહિત તમામ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે બેડ જ મળતી નથી. ઉપરથી કોરોનાની સારવાર માટેના મહત્વના રેમડીસીવર ઇંજેક્શનની મોટી અછત છે. રેમડીસીવર ઇંજેક્શન મળતા ન હોવાથી દર્દીઓની પરિસ્થિતિ નાજુક બની છે. આથી, આવી કટોકટીભરી પરિસ્થિતિ નિવારવા માટે બેડ તેમજરેમડીસીવર ઇંજેક્શનો પૂરતા પ્રમાણમાં ફાળવવા માટે જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ સીએમ સહિતનાને રજુઆત કરી છે.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ છગનભાઇ શિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયાએ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને રજુઆત કરી હતી કે, મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને થોડા દિવસો અગાઉ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીએ મોરબીની.મુલાકાત લીધી હતી. ત્યારે પરિસ્થિતિની સમીક્ષા કરીને મોરબીમાં આર.ટી.પી.સી.આર ટેસ્ટ માટે લેબ ચાલુ કરવા જણાવ્યું હતું અને આ કોરોના ટેસ્ટ માટેની લેબોરેટરી ચાલુ થઈ ગઈ છે. પરંતુ કોરોનાની પરિસ્થિતિ હજુ ખરાબ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/