મોરબીમાં કોરોના મહામારી સાથે કોરોના રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે જેમાં મોરબીમાં આરોગ્ય શાખા અને રોટરી ક્લબના ઉપક્રમે રસીકરણ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું
રોટરી ક્લબ ઓફ મોરબી અને આરોગ્ય શાખા જીલ્લા પંચાયત મોરબીના સહયોગથી સર્વ જ્ઞાતિ ના 45 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ માટે ફ્રી રસીકરણ કેમ્પનું આયોજન મહારાજા શ્રી લખધીરજી એન્ડા ઉન્મેન્ટ ટ્રસ્ટના દવાખાના ખાતે કરવામાં આવ્યું હતું
આ કેમ્પને સફળ બનાવવા માટે રોટરી ક્લબ મોરબીના પ્રમુખ રોટે. અબ્બાસભાઈ લાકડાવાલા તથા સેક્રેટરી રોટે. રૂપેશ પરમાર (કવિ જલરૂપ) સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide















