આવતીકાલે શનિવારે પણ ટેસ્ટિંગ કેમ્પ શરૂ રહેશે
મોરબી : આજે મોરબી સીરામીક એસોસિએશનના સહયોગથી આજે બે સ્થળે કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ બન્ને સ્થળે યોજયેલા કેમ્પમાં કુલ 1900 લોકોના ટેસ્ટ કરાયા હતા. તેમાંથી 219 લોકો પોઝિટિવ આવ્યા હતા.
મોરબી સીરામીક એસોસીએસનના સહયોગથી મોરબી શહેરમા બે સ્થળોએ નિ:શુલ્ક કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે સવારથી સરકારી તંત્ર દ્વારા અને મોરબી સીરામીક એસોસીએસનના સહયોગથી મોરબી શહેરમા બે સ્થળો રવાપર ચોકડી અને સામાકાંઠે ગેંડા સકઁલ ખાતે રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાયા હતા. જેમાં કુલ 1900 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 219 લોકો પોઝિટિવ આવ્યા હતા. પોઝીટીવ આવેલા લોકોને સરકારી તંત્ર દ્વારા દવા પણ નિ:શુલ્ક જરૂરી સારવાર આપવામાં આવી છે. જ્યારે આવતીકાલે પણ ઉપરોક્ત બન્ને સ્થળોએ રેપીડ ટેસ્ટ કેમ્પ પણ ચાલુ રહેશે. આ સમાચાર નો લાઈવ વિડિઓ જોવા નીચેની લિંક પર ક્લિક કરો …https://fb.watch/4VloiSIdHD/
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide