જીવના જોખમે કોવિડ દર્દીઓની સંભાળ લેતા અજયભાઈ લોરીયા

0
63
/

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: જયારે બધી બારીઓ. બંધ થઈ જાય ત્યારે કુદરત કોઈ એકાદ બારી ખુલી પણ રાખે છે અને “વૈષ્ણવજન એને કહીયે જે પીડ પરાઈ જાણે” એ ઉક્તિ યથાર્થ સાર્થક કરતા અજયભાઈ લોરીયાએ મોરબીની સિવિલ હોસ્પિટલે જઇ કોવિડ સેન્ટરમાં કોરોના દર્દીઓને પડતી મુશ્કેલી વિશે જાણી તેમને મદદરુપ થવા જવામર્દ હમદર્દી બતાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અજયભાઈ લોરીયા દ્વારા ગત લોકડાવન દરમિયાન ચાર હાથે દાન ની સરવાણી વહાવતું જરૂરિયાત મંદો માટે રસોડું પણ ચલાવેલ અને હજારો લોકોનો જઠરાગ્નિ ઠારવાનું પુણ્ય પણ મેળવેલ હતું અને હાલમાં જ સ્કાય મોલ સામે તેમના કાર્યાલયે વિનામુલ્યે લોકોને માસ્ક સેનિતાઈઝર પણ આપવામાં આવી રહ્યા છે લોકોએ હવે પરિસ્થિતિ જોવી જરૂરી છે કારણકે ઇન્જેક્શન ની પણ ખુબજ અછત હોય સાવચેતી રાખવી પણ જરૂરી છે ત્યારે અજયભાઈ દ્વારા શક્ય હોય તેટલી મદદ થઈ રહી છે તે પણ અભિનંદન ને લાયક કહી શકાય તયારે ગઈ કાલનો બનાવ કે જેમાં 8 કોરોના દર્દી ઓ સિવિલ હોસ્પિટલમાં સમય સર ઓક્સિજન ન માળવાથી  મૃત્યુ પામ્યા જેનો દુઃખદ આઘાત અને ગંભીરતાપૂર્વક ખાસ નોંધ લઈ અજયભાઈએ ઓક્સિજન ના બાટલની પણ વ્યવસ્થા કરી આપી કોરોના વોરિયર્સ તરીકેની સાચી દિશાત્મક કામગીરી પણ કરેલ છે જે બદલ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક પણ તેમને અભિનંદન પાઠવે છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/