મોરબીમા વાવાઝોડાની ઇફેક્ટ : 90 ગામોમાં હજુ વીજળી પુરવઠા ઠપ્પ

0
101
/
230 ગામોમાં રાત્રે વીજ પુરવઠો ખોરવાયા બાદ 131 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત, તેમજ બાકીના ગામોમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ

મોરબી : હાલ મોરબી જિલ્લામાં ગતરાત્રી જ વાવાઝોડાની અસર રૂપે તેજ પવન ફૂંકાવાની સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવનથી પીજીવીસીએલને ખાસ્સું નુકશાન થયું છે. જેમાં જિલ્લામાં 20થી વધુ વિજપોલ ધારાશાયી થયા હતા. જેના પગલે 230 વિસ્તારોમાં રાત્રે વીજ પુરવઠો ખોરવાયો હતો. આથી, વીજ તંત્રની ટીમે ગતરાત્રીથી વીજ પુરવઠો પૂર્વવર્ત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી દીધી હતી. જેમાંથી 131 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત થયો છે હજુ 90 ગામોમાં વીજળી પુરવઠો શરૂ કરવાની કામગીરી ચાલુ છે.

મોરબીના પીજીવીસીએલના અધિકારીના જણાવ્યા મુજબ વાવાઝોડાને કારણે વિજતંત્રને મોટું નુકસાન થયું છે. જેમાં ભારે પવન ફૂંકાવવાથી જિલ્લામાં 20થી વધુ જેટલા વિજપોલ પડી ગયા હતા. ગતરાત્રે જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોના 230 સ્થળોએ વીજળી ગુલ થઈ ગઈ હતી. જો કે વાવઝોડાની આફતને પહોંચી વળવા નવા વિજપોલ તથા સાધન સામગ્રી સાથે ગઈકાલે જ પીજીવીસીએલની 55 જેટલી ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. આથી, ગઈકાલે વાવઝોડાની અસર થતા તુરત જ આ ટીમો યુદ્ધના ધોરણે કામગીરીમાં લાગી ગઈ હતી.

હાલ 230માંથી 131 ગામોમાં વીજ પીરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે અને બાકીના 90 ગામોમાં હજુ વીજળી ગુલ હોય ત્યાં ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે અને સાંજ સુધીમાં આ જગ્યાએ પણ વીજ પુરવઠો શરૂ થઈ જશે. જો કે હાલ જ્યાં જ્યાં વિજપોલ પડી ગયા છે, એમાં ગ્રામ્ય વિસ્તારો અને ઔદ્યોગિક વિસ્તારમાં ફીડરને હાલ પહેલા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને જેમ જેમ પરિસ્થિતિ થાળે પડશે તેમજ ખેતીવાડીના ફીડરોને થયેલ નુકશાનની કામગીરી શરૂ કરવામાં આવશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/