ઓક્સિજન સિલિન્ડર બદલવા માટે માનવ શ્રમશક્તિ પુરી પાડવા બદલ અજય લોરીયાનો સિવિલ સુપ્રિન્ટન્ટે માન્યો આભાર
મોરબી: હાલની કોરોના મહામારીની બીજી લહેર ઘાતક બની હતી. આ લહેર અત્યારે તેના પિક પર છે. રાજ્યમાં કેસો અને મૃત્યુઆંક ઘટતા જાય છે. પરંતુ ત્રણેક સપ્તાહ પૂર્વે જ્યારે કેસોની સંખ્યા અને દરરોજ થતા મોતના આંકડા મોરબીને ડરાવી રહ્યા હતા ત્યારે શહેરમાં ઓક્સિજનની અછત પણ ઉદ્દભવી હતી. આ કપરા સમયે મોરબીના એક જનસેવક પોતાની ટિમ સાથે સિવિલ હોસ્પિટલમાં લોકોનો શ્વાસ ન રૂંધાય એ માટે રાત દિવસ જોયા વગર કાર્યરત હતી. મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે આ જનસેવકનો આભાર વ્યક્ત કર્યો છે.
જિલ્લા પંચાયતના સદસ્ય અજયભાઈ લોરીયાએ સિવિલ હોસ્પિટલમાં સતત 32 દિવસો સુધી રાત્રીના 8થી સવારે 8 વાગ્યા દરમ્યાન 5 રોજમદાર માણસોને રોકીને ઓક્સિજન સિલિન્ડર બદલવાની કામગીરી કરી હતી. કોઈપણ વ્યક્તિનું ઓક્સિજનના અભાવે મોત ન થાય એવી ઉમદા ભાવનાથી આ કાર્યની સતત દેખરેખ રાખી હતી. આવી ઉદાત્ત ભાવના સાથે જ્યારે લોકોની દેખભાળ થતી હોય ત્યારે ઈશ્વર પણ એ મહેનત એળે જવા દેતો ન હોય એમ ઓક્સિજનના અભાવે કોઈ દર્દીના શ્વાસ રૂંધાયા ન હતા. રોજમદાર તરીકે રાખેલા લોકોને આ દિવસો દરમ્યાન 76000 રૂપિયાની શ્રમ મહેનતાણું અજયભાઈ તરફથી ચૂકવાયું હતું. આ મૂલ્ય સામે અજયભાઈનાં સમર્પણનું કોઈ મૂલ્ય આંકી શકાય તેમ ન હોવાનું માનીને મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે અજયભાઈ લોરીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide