વાવાઝોડામાં ખેતીવાડી વિસ્તારમાં વીજ થાંભલા ધરાશયી થતા તંત્ર દ્વારા મરામતની પણ કામગીરી
હળવદ : હાલ મોરબી જિલ્લામાં વાવાઝોડાએ પીજીવીસીએલને ભારે નુકશાન પહોંચાડ્યું છે ત્યારે હળવદ પંથકમાં ખેતીવાડી વિસ્તારમાં 300 જેટલા વીજપોલ ધરાશયી કરી નાખતા કુલ 211માંથી હજુ પણ 108 ફીડર બંધ છે અને વીજ પુરવઠો પૂર્વવત કરવા વીજતંત્ર અને કોન્ટ્રાકટરની ટિમો યુદ્ધના ધોરણે કામગીરીમાં લાગ્યું છે.
હળવદમાં વાવાઝોડાની અસરને પગલે પવન અને વરસાદના કારણે વીજ પુરવઠા પર પણ ભારે અસર થઇ છે. છેલ્લા બે દિવસમાં અનેક ગામોમાં વીજળી બંધ થવાના પ્રશ્નો સામે આવ્યા હતા. જો કે પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા સતત મહેનત કરી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો છે. જો કે તાલુકાના ઘણા વાડી વિસ્તારોના ફિડરો બંધ હોવાને કારણે આજે પણ વીજળી બંધ છે.
હળવદ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર એ.આર.કોરડીયાએ જણાવ્યું હતું કે વરસાદ અને ભારે પવનને કારણે ઘણા બધા ફિડરો ફોલ્ટમાં ગયા છે. જેને પુન: ચાલુ કરવા અમારી ટીમ સતત મહેનત કરી રહી છે. હળવદ ડિવિઝન હેઠળ ૪ સબ ડિવિઝન છે. જેમાં મુળી તાલુકાના સરા સબ ડિવિઝનના ૨૮ ગામો તેમજ હળવદ શહેર, હળવદ ગ્રામ્ય અને ચરાડવા સબ ડિવિઝન હેઠળ ૭૦ ગામો મળી કુલ ૯૪ જેટલા ગામો આવેલા છે. જો કે હાલ આ તમામ ગામોમાં વિજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે. હાલ વાડી વિસ્તારના ૨૧૧ ફિડરો છે, જે ૩૦૦ જેટલા વીજપોલ પડી જવાને કારણે હાલ ૧૦૮ જેટલા ફીડર બંધ છે. જેને ચાલુ કરવા માટે પીજીવીસીએલની ૨૦ ટીમ અને કોન્ટ્રાક્ટરની ૧૨ ટીમ મળી કુલ ૩૨ ટીમો હાલ સતત મહેનત કરી રહી છે. તેથી, વાડી વિસ્તારનો પણ વીજ પુરવઠો ટૂંક સમયમાં ચાલુ થઇ જશે તેમ જણાવ્યું હતુ
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide