મોરબીમાં બપોરે 3 વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખતા 2 વેપારી દંડાયા

0
336
/
જિલ્લામાં જાહેરનામાં ભંગના 16 કેસ નોંધાયા : માસ્ક વિના ફરતા 3, રાત્રી કરફ્યૂનું ઉલ્લંઘન કરતા 3, વધુ પેસેન્જર બેસાડતા 2 રિક્ષાચાલક તથા 3 કારચાલક વિરુદ્ધ કાર્યવાહી

મોરબી: શુક્રવારે સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી તમામ વેપાર ધંધા કરવાની છૂટ મળી હોવા છતાં છૂટછાટના પ્રથમ દિવસે જ બે વેપારી સાંજ સુધી દુકાન ખુલ્લી રાહત દંડાયા છે. અન્ય જાહેરનામાં ભંગના કેસ કરવાનું કડક વલણ ચાલુ રખાતા શુક્રવારે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લામાંથી જાહેરનામાં ભંગના કુલ 16 કેસો કરી પોલીસે તમામ સામે દંડનાત્મક કાર્યવાહી કરી હતી.

શુક્રવારે આંશિક લોકડાઉનમાં આંશિક છૂટ મળતા લોકોએ બજારો તરફ પડતર ખરીદી કરવા માટે દોટ મૂકી હતી. જો કે આ દરમ્યાન પણ પોલીસની બાજ નજર ટ્રાફિક પર સતત ફરતી હતી. જેમાં મોરબી સીટી એ.ડિવિઝન પો. સ્ટે. વિસ્તારમાં માસ્કવિના જાહેરમાં ફરતા 2 રાહદારી સામે, બપોરે 3 વાગ્યા પછી પણ દુકાન ખુલ્લી રાખતા વાસણના 1 દુકાનદાર સામે, રમકડાના 1 વેપારી સામે, રાત્રી કરફ્યૂ ભંગ કરતા 1 રાહદારી સામે તથા બી. ડિવિઝન પો. સ્ટે વિસ્તારમાં માસ્કવિના જાહેરમાં ટહેલતા 1 રાહદારી સામે, રાત્રી કરફ્યુનો ભંગ કરી બહાર નીકળતા 1 બાઈકચાલક સામે, 1 રિક્ષાચાલક સામે જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરી નિયમ કરતા વધુ પેસેન્જર બેસાડવા બદલ 1 રિક્ષાચાલક સામે, 1 ઇકો કારચાલક સામે તથા માળીયા મિયાણા પોલીસ સ્ટે. વિસ્તારમાં કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર તથા માસ્ક પહેર્યાંવિના દુકાને બેસીને તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં ચૂક કરનાર પાન માવાનો વેપાર કરતા 1 દુકાનદાર સામે, 1 ચાના ધંધાર્થી સામે, શાકભાજીના 1 ધંધાર્થી સામે અને ટંકારા પો.સ્ટે. વિસ્તારમાં નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડીને નીકળતા 1 રિક્ષાચાલક સામે, 2 ઇકો કારચાલકો સામે જાહેરનામાં ભંગની વિવિધ કલમો હેઠળ કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/