મોરબીમા એક તરફ અનિયમિત પાણી વિતરણ અને અધૂરામાં પૂરું ગટર જેવું ગંધાતુ પાણી આવતા સ્થાનિકોમાં રોષ
મોરબી : હાલ મોરબીના વાવડી રોડની સોસાયટીમાં ગટર જેવું દૂષિત પાણીનું વિતરણ કરાતું હોવાની બુમરાણ ઉઠી છે. એક તો પાણી વિતરણના કોઈ ઠેકાણા નથી. મધરાત્રે પાણી વિતરણ થાય છે અને એ પણ ગટર જેવું ગંદું પાણી હોય છે. દૂષિત પાણી આવતા સ્થાનિકોમાં રોગચાળાનો ખતરો ઉભો થયો છે.
મોરબીના વાવડી રોડ ઉપર કુબેરનગરની બાજુમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીના રહીશોએ ફરિયાદ કરી હતી કે, તેમની સોસાયટીમાં છેલ્લા દસ દિવસથી ગટર જેવા ગંદા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ દૂષિત પાણી પીવામાં તો ઠીક વપરાશનો ઉપયોગમાં પણ લઈ શકાતું નથી. જો કે આ સોસાયટીમાં પાણી વિતરણમાં છેલ્લા ઘણા દિવસોથી ધાંધિયા થાય છે. જેમાં પાણી વિતરણનો કોઈ સમય જ નક્કી નથી. આખા દિવસમાં તો પાણી આવતું નથી. પણ છેક મધરાત્રે પાણી વિતરણ કરવામાં આવે છે.
મધરાત્રે પાણી વિતરણ કરાતા લોકોને રાત ઉજાગરા કરવા પડે છે. રાત ઉજાગરા કર્યા પછી પણ લોકોને શુદ્ધ પાણી તો મળતું જ નથી અને ગટર જેવું ગંધાતું દૂષિત પાણી આવે છે. પરિણામે લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત વર્તાય રહી છે. આથી, તંત્ર આ મામલે ત્વરિત યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide