મોરબીની સિવિલમાં હાલ 100થી વધુ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ
મોરબી : મોરબીની ખાનગી હોસ્પિટલોને મ્યુકરમાઇકોસીસ બીમારીમાં ઉપયોગી એવા એમફોટેરિસીન નામના ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી આપવામાં આવશે. હાલ સિવિલ હોસ્પિટલમાં આવા 100થી વધુ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાયુ છે.
મોરબી સિવિલ હોસ્પિટલના ડો. દૂધરેજીયાએ જણાવ્યું છે કે, મોરબીની ખાનગી હોસ્પિટલમાં રહેલા મયુકરમાઇકોસીસના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાંથી Amphotericin (Lyophilised)ના ઇન્જેક્શન મળી રહેશે. આ માટે નિયત કરેલા ફોર્મ સાથે ખાનગી હોસ્પિટલે દર્દીના આધાર પુરાવા અને તેને આ ઇન્જેક્શનની જરૂર હોવાના પ્રિસ્ક્રિપ્શન સાથે પોતાના પ્રતિનિધિને સિવિલ હોસ્પિટલમાં મોકલવાનો રહેશે. જ્યાંથી ઇન્જેક્શન આપવામાં આવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide