મોરબીમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા પાયલોટ દિવસની ઉજવણી કરાઈ

0
57
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

હાલ પાયલોટ દિવસ નિમિતે કોરોના વોરિયરને સર્ટીફીકેટ તેમજ ગિફ્ટ આપીને સન્માનિત કરાયા

મોરબી : હાલ મોરબીમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને પાયલોટ દિવસ નિમિતે કોરોના વોરિયરને સર્ટીફીકેટ તેમજ ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લામાં કોરોના કાળમાં 108 અવિરત પણે લોકોની સેવામાં હંમેશા કાર્યરત રહી છે. દરમિયાન આજ 26 મેના રોજ પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઈ.એમ.આર.આઈના 181 મહિલા હેલ્પ લાઈનના ગુજરાત સ્ટેટ હેડ નરેન્દ્ર ગોહિલ તેમજ ઈ.એમ.આર.આઈના અન્ય અધિકારીઓએ મોરબી જિલ્લાની 108, 181, ખિલખિલાટ, એમ.એચ.યુ., 1962 દરેક પ્રોજેક્ટ મુલાકાત લીધી હતી. 26 મેના રોજ પાયલોટ દિવસ નિમિતે કોરોના વોરિયરને સર્ટીફીકેટ તેમજ ગિફ્ટ આપીને સન્માનિત કર્યા હતા. તેમજ કોરોનાના કાળની કપરી પરિસ્થિતીમાં દરેક કર્મચારીઓએ કરેલી કામગીરીની નરેન્દ્ર ગોહિલએ પ્રશંસા કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/