મોરબી જિલ્લામાં જાહેરનામાં ભંગના 30 જેટલા કેસો નોંધાયા

0
116
/
મોરબીમા માસ્ક વિના ફરતા 4, રાત્રી કર્ફ્યૂનું ઉલ્લંઘન કરતા 6, બપોરે 3 વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખતા 2, વધુ પેસેન્જર બેસાડતા 13 રિક્ષાચાલક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર વેપાર કરતા 5 ધંધાર્થી દંડાયા:

મોરબી: ગઇકાલે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લામાં કોવિડ 19 અંતર્ગત બહાર પાડેલા વિવિધ જાહેરનામાં ભંગ બદલ કુલ 30 લોકો સામે વિવિધ કલમો હેઠળ પોલીસે દંડનાત્મક કાર્યવાહી કરી હતી.

બુધવારે મોરબી જિલ્લામાં જાહેરનામાં ભંગની અલગ અલગ કલમો હેઠળ પોલીસે કુલ 30 લોકો સામે દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી સીટી એ. ડિવિઝન પો. સ્ટે. વિસ્તારમાં બપોરે 3 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાના નિયમોનું ઉલ્લંઘન કરી રાત્રી સુધી ચાની દુકાન ખુલ્લી રાખતા 1 ધંધાર્થી સામે, કોવિડ ટેસ્ટ કરાવ્યા વિના દુકાનમાં બેસી મોબાઇલ વેંચતા 1 દુકાનદાર સામે, કાપડના 1 વેપારી સામે, સોશિયલ ડિસ્ટન્સના નિયમો વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડતા 1 રિક્ષાચાલક સામે, માસ્કવિના જાહેરમાં નીકળતા 1 રાહદારી સામે, રાત્રી કર્ફ્યૂનો ભંગ કરી બહાર નીકળતા 3 રાહદારીઓ સામે તથા બી. ડિવિઝન પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના જાહેરમાં ફરતા 1 રાહદારી સામે, નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જરો બેસાડતા 2 રિક્ષાચાલક સામે, બપોરે 3 વાગ્યા બાદ પણ દુકાન ખુલ્લી રાખતા ચાના 1 કેબિનધારક સામે, રાત્રી કર્ફ્યૂ દરમ્યાન કોઈ ઇમરજન્સી કામ વગર જાહેરમાં ટહેલતા 1 રાહદારી સામે, 2 રિક્ષાચાલક સામે અને મોરબી તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરી વધુ પેસેન્જર બેસાડતા 1 રિક્ષાચાલક સામે જાહેરનામાં ભંગની વિવિધ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/