દાદીમાના નિધનના આઘાતમાં પૌત્રએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી !!

0
153
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]
ટંકારાના હડમતીયા ગામની કરુણ ઘટના

ટંકારા : હાલ ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં દાદીનું નિધન થતા એકલતા અનુભવતા પૌત્રએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

હડમતીયા ગામે રહેતા વિજયભાઈ જનકભાઇ સોલંકી નામના યુવાને ગઈકાલે તા. 26ના રોજ ગળેફાંસો ખાઈ લીધો હતો. આથી, તેમનું મૃત્યુ થયું છે. મૃતક વિજયભાઈ પોતાના બા (દાદી) સાથે રહેતા હતા અને એકાદ માસ પહેલા તેમના બા ગુજરી ગયા હતા. આથી, પોતે એકલા થઇ જતા ગુમસુમ રહેતા હતા અને તેમને એકલાપણુ લાગતુ હોય. જેથી, આવેશમાં આવી જઈ તેમને અંતિમ પગલું ભર્યું હોવાનું તેમના પિતા જનકભાઈ સરવેરામભાઈ સોલંકીએ પોલીસને જણાવ્યું છે. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/