મોરબી : આયુર્વેદિક હર્બલ ટોનિકનો મોટો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

0
59
/

મોરબી એલસીબી ટીમે મકનસર ગામેથી શંકાસ્પદ હાલતમાં આયુર્વેદિક હર્બલ ટોનિકનો મોટો જથ્થો ઝડપી પાડી એક શખ્સની જડતી કરીત તેની પાસેથી મોબાઈલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમના પીએસઆઈ એન બી ડાભી, વિક્રમસિંહ બોરાણા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળેલ કે મકનસર ગામે રહેતા જયેશ ઉર્ફે લાલો કોળી પોતાના રહેણાંક મકાન તથા દુકાને આયુર્વેદિક હર્બલ ટોનિકની બોટલોનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે એલસીબી ટીમના દિલીપભાઈ ચૌધરી, શક્તિસિંહ ઝાલા, ભરતભાઈ જીલરીયા અને વિક્રમસિંહ બોરાણા સહિતની ટીમે તપાસ હાથ ધરવામાં આવતા મકનસર વાદીપરા વિસ્તારમાં જયેશભાઈ ઉર્ફે લાલો મનસુખભાઈ આડેસરાના કબ્જાવાળી દુકાન તથા રહેણાંક મકાનેથી આયુર્વેદિક હર્બલ ટોનિકની ૫૨૫ એમએલની તથા ૩૦૦ એમએલની પ્લાસ્ટિકની કુલ બોટલ નંગ-૯૨૨૦ કીમત રૂ.૭,૮૩,૩૦૦ મળી આવતા જેના બીલોમાં જણાવેલ જથ્થા બાબતે વિસંગતતા જણાતી હોય

અને આયુર્વેદિક હર્બલ ટોનિકની બોટલો વેચાણ કરતો હોય તેમાં કોઈ અલ્કોહોલિક કે માનવ શરીરને નુકશાન થાય તેવું પ્રવાહી છે કે કેમ ? તે બાબતે પોલીસે પુછપરછ કરતા બોલી શંકાસ્પદ જણાતા પોલીસે જયેશ ઉર્ફે લાલો કોળીની અંગ જડતી કરતા એક મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૫૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૭,૮૮,૩૦૦ નો સીઆર પીસી કલમ ૧૦૨ મુજબ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/