હળવદમાં 5 દિવસમાં 4 ઈંચ વરસાદ પડ્યો : બ્રાહ્મણી ડેમમાં અડધો ફુટ નવું પાણી આવ્યું
હળવદ : હાલ હળવદના શિરોઈ નજીક આવેલ બ્રાહ્મણી-૨ ડેમનો દરવાજો આજે સવારના ૭ વાગ્યાથી અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. જેના કારણે નીચાણવાળા આઠથી વધુ ગામોને નદીના પટમાં ન જવા સૂચનાઓ આપવામાં આવી છે.
હળવદમાં બ્રાહ્મણી-૨ ડેમમાં ધ્રાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલથી પાણી ભરવામાં આવી રહ્યું છે. આ ડેમની ૧૮ ફૂટની સપાટી હોય, જેમાં રૂલ લેવલ ૧૨.૬૩ (આર.એલ-૪૩.મી) જાળવવાનું હોય. જેથી નર્મદા કેનાલના ઈન્ફલો સામે ડેમનો દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. હાલ બ્રાહ્મણી-૨ ડેમમાં ૪૦૦ ક્યુસેક પાણીની આવક છે. જેની સામે ૪૩૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે હેઠવાસના આઠ જેટલા ગામોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide